ગારીયાધાર શહેરમાં બે અલગ અલગ વિસ્તારની મહિલાઓ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી અને ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખને ઉગ્ર રજૂઆત કરાય હતી. કૃષ્ણનગર વિસ્તારની મહિલાઓ પાણી છેલ્લા કેટલા દિવસથી આવતું ન હોવાથી ચીફ ઓફિસરને રજૂઆત કરાય હતી ત્યારે મહિલાનું બીજું ટોળું ઘોઘારીની વાડી વિસ્તારનું પણ પાણીના મુદ્દે રજુઆત કરવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યું હતું. આ બંને વિસ્તારની મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે અમે મજુર લોકો છીએ પાણી ન આવતા અમારે પાણીના ટાંકા વેચાતા નખાવા પડે છે.
અમે પાણીનો વેરો પણ ભરીએ છીએ છતાં પણ અમારા વિસ્તારમાં પાણી આવતું નથી. પાણીની સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી છે. આ તંત્ર ખાલી નગરપાલિકામાં રજૂઆત માટે આવીએ ત્યારે માત્ર પાણી આવી જશે તેઓ આશ્વાસન આપે છે પરંતુ હજુ સુધી પાણીનો પ્રશ્ન અમારા વિસ્તારમાં હલ થયો નથી.છેલ્લા ત્રણ મહિનાથી પાણી આવતુ નથી છતા તંત્રના પેટનુ પાણી હલતુ નથી.જયારે ઘોઘારી વાડી વિસ્તારની મહિલા દ્ધારા સતત ત્રણ વખત રજુઆત કરવાં નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.
બંને વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવા પ્રયત્નો શરૂ છે
આ વિસ્તારનાં પાણી પ્રશ્રે રજુઆત માટે લોકો આવ્યા હતા.જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં કાયમી પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે નવી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવશે તેમજ ઘોઘારી વાડી વિસ્તારમાં પાણીનાં વાલ્વ માટેનો વર્ક ઓર્ડર આપી દિધેલ છે.> એચ.પી.બોરડ, ઇન્ચાર્જ ચિફ ઓફિસર ગારીયાધાર નગર પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.