ચોરી:ગારિયાધારમાં ધારાસભ્યના ઘરની નજીક બે સ્થળોએ ચોરી

ગારિયાધાર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંધારી રાતે તસ્કરો કળા કરી અંધારામા ઓગળી ગયા
  • દાડમિયા વાડી વિસ્તારમાં આવેલા હિરાના કારખાના અને રહેણાંકી મકાનમાંથી બાઈક ચોરાયુ

ગારિયાધારના દાડમિયાની વાડી વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં તેમજ એક રહેણાંકી મકાનમાં વહેલી સવારે ચોરી થઈ છે. જે અંગે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગત મોડી રાત્રે ગારીયાધાર શહેરમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ઘરની માત્ર 100 મીટર દૂર આવેલા એક રહેણાંકી મકાન તેમજ એક હીરાના કારખાનમાં ચોરી કરી તસ્કરો અંધારી રાતમાં ઓગળી ગયા હતા.

દાડમિયાની વાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં હીરાનું કારખાનું ચલાવતા નિકુંજભાઈ સુરેશભાઈ સરવૈયાએ ગારિયાધાર પોલીસ મથકમાં અજાણ્યા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના આઠ વાગ્યાથી આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તેમના હીરાના કારખાનામાં કોઈ અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી કારખાનામાં રાખેલા રૂ. 30,000ની કિંમતના હીરા ચોરી થયા હતા. જ્યારે તેમના કારખાના પાછળ આવેલા પ્રવિણભાઈ નારણભાઈ વાઘાણીના બંધ મકાનના દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં હોય જેના ઘરને તપાસતા તેમના ઘરે પડેલી જીજે-27-એબી-2333 નંબરની બાઈક ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ આજુબાજુના સીસીટીવી તપાસતા અજાણ્યા શખ્સો વહેલી સવારે 4.30ના અરસામાં સીસીટીવી ફુટેજમાં દેખાયા હતા.

આમ, ગત વહેલી સવારના કોઈ અજાણ્યા ચોરોએ હીરાના કારખાના તથા રહેણાંકી મકાનમાંથી મળી કુલ રૂ.50,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ગારિયાધાર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...