શિલ્પેશ પરમાર
ગારિયાધારમાં છેલ્લા કેટલાય વર્ષોથી એકપણ નવો ઉદ્યોગ આવ્યો નથી એટલું જ નહીં પાણી અને ઓછા વેતન સહિતની સમસ્યાને કારણે અહીંના 40 ટકાથી વધુ હીરાના કારખાનાઓ બંધ થઈ ગયા છે અને સુરત શિફ્ટ થઈ ગયા છે. ગારિયાધાર ડાયમંડ માર્કેટમાં મીની સુરત બની શકે તેમ છે પણ તે માટે તંત્રવાહકો અને રાજકીય નેતાઓ એ જાગૃત બનવાની જરૂર છે. આ ઉપરાંત ઓઈલમીલ, ડીહાઈડ્રેશન પ્લાન્ટ સહિતના ઉદ્યોગો માટે જીઆઈડીસી બને તે જરૂરી છે.
શહેર અેક સમયે હિરા ઉધોગનાં લીધે મિનિસુરત તરીકે અોળખાતુ હતુ.ત્યાર બાદ દિવસે દિવસે હિરા ઉધોગ અોછો થતો ગયો.હાલમાં ગારીયાધાર શહેર તેમજ તાલુકામાં અંદાજે 600 જેટલા હિરાનાં નાના મોટા કારખાનાં છે.તેમાં અંદાજે 13000 જેટલા લોકો કામ કરી રોજગારી મેળવે છે.આમાં 20% જેટલી મહિલાઓ પણ કામ કરે છે.10 વર્ષ પહેલાં હિરાનાં કારખાનાં 1000 જેટલાં અંદાજે હતા.હિરાના કારખાનાં અોછા થવાનુ કારણ ગારીયાધારમાં કારખાનેદાર ને પુરતી મજુરી મળતી ન હોવાંથી કારખાનાં બંધ કરી દિધા હોવાનુ જાણવાં મળી રહ્યુ છે.
તેમજ ગારીયાધારમાં કોઇ મોટી કંપની સ્થાપવાની વિશાળ જગ્યા નથી.જેથી હિરાની કોઇ મોટીપેઢી આવતી નથી.ગારીયાધાર શહેર સુરત સીટી સાથે કનેકટેડ છે.ગારીયાધારમાં હિરામાં પુરતી મજુરી ન મળવાને કારણે લોકો સુરત હિજરત કરી ગયા.ગારીયાધાર શહેર તેમજ તાલુકાનાં લોકો અંદાજે 150000 જેટલા લોકો સુરત વસવાટ કરી રહ્યાં છે.
ગારીયાધાર મિનિ સુરત તરીકે અોળખાતુ તેમજ હિરા ઉધોગથી ધમ ધમતુ હતુ ત્યારે મુખ્ય સમસ્યા પાણીની હતી.અેક મહિને નળમાં પાણી ઘરે આવતુ.અેવુ પણ જાણવાં મળી રહ્યુ છે.પાણીની સમસ્યાથી પણ લોકો સ્થળાંતર સુરત કરી ગયા.આમ ગારીયાધાર શહેર તેમજ તાલુકામાં દિવસે દિવસે હિરા ઉધોગ અોછો થતો ગયો છે.
સુરતથી યુવાનોને પાછા વતન લાવવાનો પ્રયાસ કરીશું
ગારીયાધારમાં 2008 ની સાલ પછી હિરા ઉધોગ દિવસે દિવસે અોછો થતો ગયો.અેક સમયે ગારીયાધાર મિની સુરત તરીકે અોળખાતુ.ત્યારે હિરા ઉધોગ ધમ ધમતો હતો.2008 પછી હિરા ઉધોગ સુર્યાસ્ત તરફ જતો રહ્યો છે.ગારીયાધારમાં જે લોકો ને ખેતી છે.તેનાં વડિલો જ અહિયાં છે.યુવાનો 50% જેટલાં કહી શકાય તેટલાં સુરત છે.અમારા દ્ધારા હિરા ઉધોગ માટે સુરતથી લોકોને ગારીયાધાર લાવવામાં પ્રયત્નો કરવામાં આવશે.જેમાં અમને સફળતા મળે કે ન મળે તે કહી શકાય નહિ. > સુધીરભાઈ વાઘાણી, ધારાસભ્ય, ગારિયાધાર-જેસર
ઓઈલમિલ સ્થાપવી છે પણ હવે વસ્તી ઘટી ગઈ છે
હું ગારીયાધાર નો વતની છુ.મારે સુરતમાં મોટી તેલની અોઇલમિલ છે.ગારીયાધારમાં હિરા ઉધોગ અોછો થતો ગયો જેથી લોકોની સંખ્યામાં પણ ઘટાડો થતો ગયો.અને લોકો સુરત સ્થાય થય ગયા.મારે ગારીયાધારમાં મોટી તેલની અોઇલ મિલ બનાવવી છે.પણ અેટલા લોકો જ ગારીયાધારમાં નથી.તો કઇ રીતે અોઇલમિલ સ્થાપવી.> નરેશભાઈ મકવાણા, મકવાણા, એસ.એલ.ઓઇલ મીલ, સુરત
ગારિયાધારના વિકાસ માટે સામુહિક પ્રયત્નો જરૂરી
ગારિયાધારનો વિકાસ છેલ્લા બે-ત્રણ દસકામાં અટકી ગયો છે. દિવસે દિવસે યુવાધન અન્ય મોટા શહેરોમાં શિફ્ટ થઈ રહ્યંુ છે ત્યારે ગારિયાધારના વિકાસ માટે સામુહિક પ્રયત્નો કરવાની જરૂર છે. મગફળી, તલની ખેતી વિશેષ હોવાથી ઓઈલમીલનો વિકાસ થાય તેમ છે. ઉપરાંત ડીહાઈડ્રેશન, હીરાના જ મોટા કારખાના, રોલીંગમીલ સહિતના ઉદ્યોગો માટે સરકાર જીઆઈડીસી બનાવી જમીન ફાળવે તો તે શકય છે. વિકાસ માટે ચેમ્બર, રાજકિય પક્ષો અને લોકોએ એક બની પોતાનો અવાજ બુલંદ કરવાે પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.