તંત્ર નિષ્ક્રિય:ગારિયાધારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ વપરાશ છતાં તંત્ર નિષ્ક્રિય

ગારિયાધાર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટીક પ્રદુષણ આરોગ્ય માટે હાનિકારક
  • દિવસે દિવસે વકરતી જતી સમસ્યા સામે તંત્ર કાર્યવાહી કરે

ગારિયાધાર શહેરમાં પ્રતિબિંધિત પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે પ્રતિબંધિત પ્લાસ્ટિક રસ્તાઓ પર બેફામ જોવા મળી રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. શહેરમાં પ્લાસ્ટિકના આડેધડ વપરાશથી પ્લાસ્ટીક પ્રદુષણની સમસ્યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે.

હાલમાં શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે જેમાં પ્લાસ્ટિક વપરાશમાં દૂધ, છાશ, તેલ, મસાલા, પાણીના પાઉચ, ચાના કપ, ગ્લાસ પ્લાસ્ટિક ઝબલા થેલીનો બેફામ ઉપયોગ કર્યા પછી જયાં ત્યાં ફેંકી દેવામાં આવે છે કચરો રસ્તા, ઉકરડા ગટરો, પાણીના ખાબોચીયામાં ભરાઇ જવાથી ગંદકી અને દુર્ગંધ સામે મચ્છરોનું ઉદભવ સ્થાન બને છે.પ્લાસ્ટિકથી આરોગ્યને થતા નુકસાનને કારણે 20 માઇક્રોનથી પાતળા અને અન્ય જોખમી બનાવટમાં ઉત્પાદન વેચાણ અને ઉપયોગમાં પ્રતિબંધ હોવા છતાં ગારીયાધાર શહેરમાં બેફામ આવા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...