તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધાનો પ્રશ્ન:ગારિયાધારમાં રેલ્વે સુવિધાનો પ્રશ્ન અણઉકેલ

ગારિયાધાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગારિયાધારમાં રેલ્વેની સુવિધાની વર્ષોની જૂની માંગણી સંતોષાતી નથી. રેલ્વે બાબતે અનેક વખત રાજકીય નેતાઓને રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ નેતાઓ માત્ર આશ્વાસન આપે છે. શહેરને રેલ્વેની સુવિધા પ્રાપ્ત થાય તો 20 વર્ષ પહેલા ગારિયાધાર ધમધમતું હતું. તેવી રીતે ફરી ગારિયાધાર શહેરનો વિકાસ થાય તેમ છે. અનેક વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ માત્ર વચન આપે છે.

રેલ્વેની સુવિધા મળે તો ગારિયાધાર તાલુકામાં ઉદ્યોગો પણ શરૂ થાય તેમ છે. ગારિયાધારમાં ભાવનગર-પાલીતાણા અનેક લોકો અપડાઉન કરે છે. તેમને પણ લાભ મળે તેમ છે. રેલ્વે સુવિધાથી શહેરની જનતા તેમજ આજુબાજુ ગામડાના લોકોને ખુબ જ લાભ થાય તેમ છે. જનતા પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરતાં હોય દિન પ્રતિદિન અકસ્માત તેમજ ભાડાની દ્રષ્ટિએ પ્રજા લૂંટાઈ છે.

અન્ય સમાચારો પણ છે...