તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્દશા:ગારિયાધારમાં માવજતના અભાવે લાખોના ખર્ચે બનાવેલ બગીચાની દુર્દશા

ગારિયાધાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગારિયાધાર શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે બગીચાઓ તો બનાવાય છે પરંતું જાળવણીના અભાવે બગીચાઓ બિસ્માર બની ગયા છે જેને મરામત કરી લોકઉપયોગી બનાવવા માંગ ઉઠી છે. બગીચામાં ઘાસ સુકાઈ ગયું, પાણી છંટકાવનો અભાવ, ફુવારો પણ બંધ હાલતમાં. ગારિયાધાર શહેરમાં નવાગામ રોડ પર સુખનાથ સ્મશાનની બાજુમાં નગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે શહેરનાં નાના બાળકો હરીફરી શકે રમી શકે તે માટે જાહેર બગીચો બનાવવામાં આવ્યો છે. પણ હાલમાં આ બગીચાની સ્થિતિ જોતા આ બગીચાની સારસંભાળ થતી નથી તેવું જોવા મળી રહ્યું છે. બગીચાની અંદર પાણીના અભાવે ઘાસ પણ એકદમ સુકાઈ ગયેલી સ્થિતિ છે. તેમજ અમુક જગ્યાએ બળી ગયેલું મોટું મોટું ઘાસ ઉભું છે.

તંત્ર દ્વારા આ જાહેર બગીચો તો લાખોનાં ખર્ચે બનાવવામાં આવ્યો છે. પણ હાલમાં આ બગીચાની સ્થિતિ દયનિય હાલતમાં છે. કોઈપણ પ્રકારની સારસંભાળ બગીચાની રખાતી નથી. બગીચાની અંદર જે ફુવારો ગોઠવવામાં આવ્યો છે તે પણ બંધ હાલતમાં છે. હાલમાં આ બગીચાની હાલત દયનિય બની છે.આ બાબતે તંત્ર દ્ધારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો