હાલાકી:ગારિયાધાર તાલુકાના ગામોના આંતરિક માર્ગો માંગે છે મરામત

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયપાસના કામમા લાખો રૂપિયાની ગ્રાન્ટ વપરાઇ ગઇ
  • ગારિયાધાર ભોરીંગડાનો રોડ અઢી વર્ષ પહેલાં બન્યો હવે ત્યાં સાઈન બોર્ડ મુકાયા

ગારીયાધાર તાલુકો ભાવનગર જિલ્લાનો ટર્મિનલ તાલુકો છે એટલે અહીંયા વિકાસની ગતિ ખૂબ ધીમી છે.રસ્તાઓની બાબતમાં વર્ષોથી ગારીયાધાર- પાલીતાણાનો રસ્તો તૂટેલો છે અને હમણાં જ માનગઢ થી પાલીતાણા સુધીનો નવો બનેલો રસ્તો ફરીથી તૂટી ગયો છે. માનગઢ થી ગારીયાધાર સુધીનો રસ્તો તો સાવ ખખડધજ છે ગામડાના રસ્તાઓ પણ મરામત માંગી લે છે.

ગારીયાધાર ભોરીંગડાનો રોડ અઢી વર્ષ પહેલાં બન્યો છે અને અઢી વર્ષે ત્યાં સાઈન બોર્ડ મૂકવાનો સમય મળ્યો છે આજે તે રસ્તો સાવ તૂટી ગયો છે. ગારીયાધાર થી દામનગર તરફનો સુરનિવાસનો રસ્તો પણ ખખડધજ છે. ગારીયાધાર થી સાવરકુંડલા તરફ જતા રસ્તાની હાલત પણ જરાય સારી નથી. બીજી બાજુ ગારીયાધાર સણોસરાના હાઈવેને સ્પર્શ કરતો પરવડીનો બાયપાસ વર્ષોથી ચાલુ થવાની રાહ જુએ છે.

આ બાયપાસમા લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરીને વચ્ચેના ભાગને સારો નહીં કરતાં તે ઉપયોગમાં લેવાતો નથી. આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવીને આ બાયપાસને શરૂ કરવા માંગ ઉઠી છે. ચોમાસામાં ઠેરઠેકાણે ક્ષતિગ્રસ્ત થઇ ગયેલા માર્ગોનું વહેલીતકે મરામત થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...