સભા રદ:નિયમ વિરૂધ્ધ મળનારી ગારિયાધાર પાલિકાની સામાન્ય સભા રદ કરાઈ

ગારીયાધાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇને કોઇ કારણે વિવાદમાં રહેવુ એટલે ગારિયાધાર પાલિકા
  • { એજન્ડા સમયે મીટીંગ અને એજન્ડા વચ્ચે સાત દિવસનો સમય ન હતો

ગારિયાધાર નગરપાલિકા કંઈકને કંઈક બાબતે સતત વિવાદમાં રહે છે.જેમાં ગઈકાલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નિયમ વિરૂધ્ધ બોલાવાયેલી સાધારણ સભા અંગે રોષ વ્યકત કરી આ સભા જયારે બોલાવવાની હોય તે પહેલા એજન્ડા સમયે મિટીંગ અને એજન્ડા વચ્ચે સાત દિવસનો સમય હોવો જોઇએ પરંતુ આવુ કરાયુ ન હતુ જેથી કોંગ્રેસ દ્વારા ગારિયાધાર નગરપાલિકાની આ સભા રદ કરવા પ્રાદેશીક કમિશ્નર સુધી રજુઆત કરવામાં આવી હતી આખરે આ સભા રદ કરવા હુકમ કરાયો છે.

કોંગ્રેસના વિપક્ષના નેતા હિંમતભાઈ માણીયા દ્વારા એજન્ડા સમયે મીટિંગ અને સાત દિવસનો સમય સામાન્ય સભા બોલાવવા ન મળતાં સામાન્ય સભા રદ્દ કરવા ચીફ ઓફિસર તેમજ પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત કરાઈ હતી.જેમાં નગરપાલિકાની મીટીંગ સામાન્ય સભાના એજન્ડામાં નગરપાલિકા અધિનિયમનો ભંગ રોકવા જણાવાયુ હતુ.જેને પગલે નગરપાલીકાના પ્રમુખ દ્વારા ગારિયાધાર નગર પાલિકાની સામાન્ય સભા તા.21.10.22 શુક્રવાર સવારનાં 11 કલાકે બોલાવવામાં આવેલ હતી.જેમાં સંદર્ભ 2 ની કલમ મુજબ કાયદાકીય વિસંગતાનાં કારણે દિવસમાં તૃટી રહેતી હોય જેના લીધે સામાન્ય સભા હવે તા.28.10.22 ના સવારે 11 કલાકે બોલાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...