તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગારિયાધાર નગર પાલિકાની સામાન્ય સભા ત્રણ માસ જેટલો સમય થવા છતાં બોલાવાઇ નથી.નગર પાલિકાની કારોબારી સમિતીની રચના કરવા પ્રાદેશિક કમિશ્નરનાં આદેશ છતાં હજુ રચના કરાઈ નથી. ગારિયાધાર નગરપાલિકાની પ્રમુખ/ઉપ્રમુખ અઢી વર્ષની ટર્મ ત્રણ મહિના પહેલા પુરી થતાં નગર પાલિકામાં નવા પ્રમુખ તરીકે ડૉ.પ્રફુલભાઇ કાત્રોડિયા તેમજ ઉપ પ્રમુખ તરીકે ઓધાભાઈ પરમારની વરણી કરાઈ હતી.પરંતુ નવા પ્રમુખની વરણી કરાયા બાદ ત્રણ ત્રણ મહિના વીતી ગયા છતાં હજુ સામાન્ય સભા બોલાવાય નથી.
નિયમ મુજબ ત્રણ મહિનાની અંદર સામાન્ય સભા એજન્ડા બહાર પાડીને બોલાવવાની હોય છે. પરંતુ હજુ નગર પાલિકા દ્વારા એજન્ડા પણ કાઢવામાં આવ્યા નથી તેમજ નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર દ્વારા કારોબારી સમિતીની રચના કરવા આદેશ ઘણા મહિનાઓ પહેલા કરવામાં આવ્યો છે.
પરંતુ આ કમિશ્નરનાં આદેશને પણ ઘોળીને પી ગયા હોય તેમ હજુ સુધી કારોબારી સમિતીની રચના કરવામાં આવી નથી. ત્રણ મહિનાની અંદર ન.પા.માં સામાન્ય સભા બોલાવવાની હોય છે. પરંતુ પ્રમુખ દ્વારા હજુ એકપણ વખત સામાન્ય સભા બોલાવાય નથી.
ટુંક સમયમાં સભા બોલાવી સમિતી રચાશે
નગરપાલિકામાં સામાન્ય સભા એજન્ડા કાઢી થોડા સમયમાં જ બોલાવવામાં આવશે.સામાન્ય સભા મળ્યા બાદ કારોબારી સમિતીની રચના કરવામાં આવશે. > ડૉ.પ્રફુલભાઇ કાત્રોડિયા , પ્રમુખ ગારિયાધાર, નગરપાલિકા
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.