પાણી પેલા પાળ:ગારિયાધાર પંથકના ચેકડેમો માંગે છે મરામત

ગારિયાધાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પહેલા ચેકડેમોનું રિપેરીંગ કરાય તો પાણીને રોકી આવતાં વર્ષે ખેડુતો રવિપાક લઇ શકે
  • સાતપડા ગામ નજીક આવેલ ચેકડેમો હાલમાં જર્જરિત હોવાથી તેની રીપેરીંગની જરૂરીયાત

ગારીયાધાર તાલુકાનાં સાતપડા ગામ નજીક આવેલ ખારીમા ચેકડેમો હાલમાં જર્જરિત હોવાથી તેની રીપેરીંગ માટે માંગ ઉઠી છે.ગારીયાધાર તાલુકાનાં ગામડામાં હાલમાં સૈાની યોજનાં મારફત ગામોનાં તળાવો ચેકડેમો પાણીથી ભરવામાં આવી રહ્યાં છે.જેમાં સાતપડા-જાળીયા (માનાજી) ગામ વચ્ચે આવેલ ખારી નદીમાં ચેકડેમો આવેલ હોય તે ચેકડેમો સાતપડા.જાળીયા.દેદરડાના ખેડુતોને રવિપાક માટે જીવાદોરી સમાન મનાય છે.

હાલ સૌની યોજના મારફત આ ચેકડેમો ભરવા પાણી છોડાઇ રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ચેકડેમો તુટેલી હાલતમાં હોય ત્યારે સૌની યોજના મારફત પાણી તો છોડવામાં આવે છે પરંતુ તંત્રની નિષ્કાળજીને કારણે ચેકડેમોનુ સમારકામ થતું ન હોય આ ચેકડેમો પાલિતાણાના જાળીયા ગામની હદમાં આવેલ હોય કે ગારીયાધારનાં સાતપડાની હદમાં હોય તેની તંત્ર અજાણ છે. સૌની યોજના દ્વારા રવિપાકો માટે છોડાતું પાણી સીધુ શેત્રુંજી નદીમા વહી જતું દેખાઇ રહ્યું હોય આ ચેકડેમોના બંધ એકદમ તુટેલી હાલતમાં હોય ત્યારે વહેલીતકે આ ચેકડેમોને રિપેરીંગ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડુતો દ્વારા માંગણી છે.હાલમાં આ ચેકડેમનો પાળો તુટેલી હાલતમાં હોવાથી પાણી વેડફાય રહ્યુ છે.જો ચોમાસા પહેલા આ ચેકડેમોને રીપેરીંગ કરવામાં નહિ આવે તો આ ચેકડેમોનું સાવ ધોવાણ થઇ જશે.

ચેકડેમો રીપેરીંગ કરવામાં આવે તો ત્રણ ગામોનાં ખેડુતો રવિપાક લઇ શકે
આ ચેકડેમોમાં પાણી છોડાતા સાતપડા.જાળીયા.દેદરડા ગામોના ખેડુતોને રવિપાક માટે ખુબ ઉપયોગી છે પરંતુ આ ચેકડેમો હાલ સાવ તુટેલી હાલતમાં હોય જ્યારે રવિપાક માટે સૌની યોજના દ્વારા પાણી છોડવામાં આવે છે ત્યારે ચેકડેમો તુટેલા હોવાથી પાણી સિધુ શેત્રુંજી ડેમમાં વહી જાય છે જેથી આ ચેકડેમો રીપેરીંગ કરવામાં આવે તો ત્રણ ગામોનાં ખેડુતો રવિપાક લઇ શકે.> રાજેશભાઇ ચૌહાણ, ખેડુત, સાતપડા

અન્ય સમાચારો પણ છે...