સમસ્યા:ગારિયાધારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ છતા તંત્રની ચૂપકીદી

ગારિયાધાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિકના આડેધડ વપરાશથી સમસ્યા વિકટ બની
  • ઉપયોગ કર્યા પછી જયાં ત્યાં ફેંકી દેવાતા રસ્તા ઉકરડા બન્યા

ગારિયાધાર શહેરમાં પ્રતિબિંબ પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે.પ્રતિબંધિત પ્લાસ્ટિક રસ્તાઓ પર બેફામ જોવા મળી રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. શહેરમાં પ્લાસ્ટિકના આડેધડ વપરાશથી પ્લાસ્ટીક પ્રદુષણની સમસ્યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે હાલમાં શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે જેમાં પ્લાસ્ટિક વપરાશમાં દૂધ છાશ તેલ મસાલા પાણીના પાઉચ ચાના કપ ગ્લાસ પ્લાસ્ટિક ઝબલા થેલીનો બેફામ ઉપયોગ કર્યા પછી જેમ તેમ ફેંકી દેવામાં આવે છે કચરો રસ્તા ઉકરડા ગટરો પાણીના ખાબોચીયામાં ભરાઇ જવાથી ગંદકી અને દુર્ગંધ સામે મચ્છરોનું ઉદભવ સ્થાન બને છે.

પાલિકા દ્વારા પ્લાસ્ટિકની ઝુંબેશ અવારનવાર કરાય જ છેે
ગારિયાધાર નગરપાલિકા દ્ધારા પ્લાસ્ટિકની ઝુંબેશ અવારનવાર કરવામાં આવે જ છે.પ્લાસ્ટિક જપ્ત કરી દંડ પણ કરવામાં આવે છે.પ્રતિબંધ પ્લાસ્ટિકની ઝુંબેશ આગામી દિવસોમાં પણ નગરપાલિકાની ટીમ દ્ધારા હાથ ધરાશે.> એચ.પી.બોરડ, ઇન્ચાર્જ ચિફ ઓફિસર ગારીયાધાર નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...