રજુઆત:ગારિયાધાર નગરપાલિકામાં કામમાં ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિની આશંકા

ગારિયાધાર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ મુજબ જ ઓનલાઇન ટેન્ડર કરવા વિપક્ષની પ્રાદેશિક કમિશ્રરને રજુઆત
  • આજ પ્રકારની પ્રક્રિયાથી અગાઉ ગેરરીતિ બહાર આવી હતી : વિપક્ષ સતર્ક બન્યુ

ગારીયાધાર નગરપાલિકા સતત ગેરરીતિ બાબતે વિવાદમાં રહેતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે.જેમાં એક કામનાં બે ટેન્ડર કરાતાં વિપક્ષ દ્ધારા પ્રાદેશિક કમિશ્રરને રજુઆત કરાઇ છે. આજ પ્રકારની પ્રક્રિયાથી અગાઉ ગેરરીતિ બહાર આવી હતી ગારીયાધાર નગરપાલિકા દ્ધારા તાજેતરમાં દૈનિક વર્તમાનપત્રમાં પાણી પુરવઠાનાં કામ માટે જરૂરી માલ સામાન ખરીદવા માટે ઓફ લાઇન નિવિદા આપવામાં આવી છે.જે ટેન્ડર મેન્યુલના નિયમ વિરુદ્ધ છે.

આપવામાં આવેલ નિવિદામાં મટિરિયલનો જથ્થો લખેલ નથી.કોઇ isi સારી ક્વોલિટીનુ મટીરિયલનો ઉલ્લેખ નથી. રેગ્યુલર GST નંબર ધરાવતા વેપારીઓ પાસે ભાવ મંગાવવાનો ઉલ્લેખ નથી. ટેન્ડરમાં ટોટલ ટેન્ડરની કિંમતનો કોઇ ઉલ્લેખ નથી એટલે કેટલી કિંમતનું મટીરિયલ મંગાવવાનું તેવો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી વર્ષે લાખોના આંકડાના બિલો સાથે ગેરરીતિ થવાની સંભાવના છે.

આ અગાઉ ગારિયાધાર નગરપાલિકા દ્વારા આવી રીતે ઓફલાઇન ટેન્ડર કરી ત્રણ ભાવો એક જ એજન્સી તેના મળતિયા પાસેથી ભરી વર્ષે 12 થી 14 લાખથી વધુના બિલો ઉધારેલ છે. જે નગરપાલિકાની હિસાબી શાખામાં ઉધારેલા છે.તા.10.5.22ના વાર્ષિક ભાવની બીજી જાહેર નિવિદા ઓનલાઈન કરવામાં આવેલ છે.જેમાં પાણી પુરવઠાના કામો સામેલ છે જેમાં પાણી પુરવઠાના ગવર્મેન્ટ SOR ભાવો હોય છે તો તા.5.5.22ની નિવિદા ઓફ લાઇન ટેન્ડર શા માટે કરવામાં આવ્યા તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેથી તાત્કાલિક આદેશ કરી તા.5.5.22ની જાહેર નિવિદાનાં ટેન્ડર રદ્દ કરી ઓનલાઈન ટેન્ડર કરવામાં આવે તેવી તે અંગે વિપક્ષ નેતા હિંમતભાઇ માણીયા દ્ધારા પ્રાદેશિક કમિશ્રરને રજુઆત કરાઇ છે.

વાર્ષિક ભાવની એજન્સીને રદ કરાઇ છે
વાર્ષિક ભાવની એજન્સી તેનું કામ સંતોષજનક ન લાગતાં તે એજન્સીને ત્રણ નોટિસ આપી હતી.ગત સામાન્ય સભામાં બોડી દ્વારા ઠરાવ કરી વાર્ષિક ભાવની એજન્સીને રદ કરવામાં આવી હતી.આ એજન્સીને રદ કરવામાં આવી હોવાથી ગઈ કાલે દૈનિક પેપરમાં વાર્ષીક ભાવની ટેન્ડરની નિવિદા આપવામાં આવી છે. વાર્ષિક ભાવની એજન્સીને રદ થતા વાર્ષિક ભાવની ઓનલાઈન ટેન્ડરની નિવીદા આપવામાં આવી છે.> એમ.આર.ખીમસુરિયા, ઈન્ચાર્જ ચીફ ઓફિસર, ગારિયાધાર, નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...