ફરિયાદ:ગારિયાધારની સ્વામી નારાયણગુરૂકુળના સ્વામી સામે સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યની રાવ

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગારિયાધાની સ્વામી નારાયણ ગુરૂકુળ વિવાદમાં આવી છે. ગુરૂકુળના સ્નાનઘાટમાં ન્હાવા માટે સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યની માંગણી કરવામાં આવતા તરૂણવયના છોકરાએ તેના વાલીને જાણ કરતા સ્વામીને ઠપકો આપવા જતાં સ્વામીએ મારમાર્યો હતો. આ અંગે 2 સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ગારીયાધારના ગુણવંતભાઇ જીવાભાઇ વણજારા ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી કે, કોઠારી સ્વામી તેમજ અજાણ્યા સ્વામી અને ફરિયાદીનો દિકરો સ્વામિનારાયણ ગુરુકુળનાં સ્નાનધાટ ખાતે ન્હાવા માટે ગયેલા ત્યારે સ્વામીએ ન્હાવાં માટે રૂપિયા માંગતાં ફરિયાદીનાં દિકરાએ રૂપિયા ન હોવાનુ કહેતાં સ્વામીએ રૂપિયા ન હોય તો સૃષ્ટિ વિરુદ્ધનુ કામ કરવાં દે તેમ કહેતાં દિકરાએ તેના પિતાને જાણ કરી હતી.

જે અંગે સ્વામીને ઠપકો આપતા તમે મારા દિકરા ને આવુ કેમ આવુ કહો છો. તેમ કહેતાં સ્વામીએ ઉશ્કેરાય જઇ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારવાં લાગેલ જેથી ફરિયાદીએ તેનાં ભાઇ રમેશભાઈને ફોન કરીને બોલાવતાં સ્વામીએ લાકડી તેમજ પ્લાસ્ટિકની પાઇપ લઇ આવી તેમને પણ માર મારી ફરિયાદએ કહેલ કે અમે દલીત છીએ તમે માર મારોમાં તો પણ બંન્ને સ્વામી જેમ ફાવે તેમ માર મારવા લાગ્યા હતા. આ અંગે ગારિયાધાર પોલીસે બંન્ને સ્વામી વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...