રજુઆત:ગારિયાધાર નગર પાલિકામાં ટેન્ડર પ્રક્રિયા વગર જ ખરીદી

ગારિયાધાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત વિવાદોમાં રહેતી ગારિયાધાર નગરપાલિકા
  • પાણી પુરવઠાનાં માલસામાનની ખરીદી ટેન્ડર વગર કરાતા વિપક્ષ દ્વારા ચિફઓફીસરને રજુઆત

ગારીયાધાર નગરપાલિકા સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે.તેમાં આજે વધુ એક વિવાદ થતાં વિપક્ષ દ્ધારા ચિફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. ગારીયાધાર નગરપાલિકા દ્ધારા પાણી પુરવઠા અને ગટરનાં વાર્ષિક ભાવ ઓન લાઇન કરવામાં આવેલ છે.જેમાં પાણી પુરવઠાનાં ગવર્મેન્ટ SOR ભાવો હોય છે.

જે ટેન્ડરમાં કોઇ એજન્સી નાં આવતા નિયમ મુજબ ત્રીજો પ્રયત્ન કરેલ છે તેમ છતાં ગારીયાધાર નગરપાલિકાનાં અમુક સદસ્ય અને કર્મચારી દ્ધારા પાણી પુરવઠાનાં માલ સામાનની તેમનાં અંગત લાભ માટે અને ગેરરીતિ માટે કોઇ ટેન્ડર કર્યા વગર પટેલ એન્જીનીયરીંગ ગારીયાધાર નામનાં વેપારી પાસેથી નગરપાલિકાનાં કોઇ વર્ક ઓર્ડર વગર ખરીદી કરવાંમાં આવી હોવાનું જાણવાં મળ્યુ છે અને બીલો પણ મુકવામાં આવેલ છે.

જેથી આ બીલો કોઇ ટેન્ડર કે નિયમ મુજબ કોઇ કાર્યવાહી કર્યા વગર મુકવામાં આવેલ છે.જેથી તેમનુ ચુકવણુ કરવુ નહિ કરવા વિપક્ષના નેતા હિંમતભાઇ માણીયા દ્ધારા દ્વારા ચીફ ઓફીસરને રજુઆત કરાઇ છે. કોઇને કોઇ કારણે નગરપાલિકામાં વિવાદ સતત ચાલુજ રહે છે.

માલસામાન ખરીદીમાં ટેન્ડર પ્રક્રિયા કરાઇ જ છે
પાણી પુરવઠાનાં માલસામાન ખરીદવાની ટેન્ડર નિવિદાની જાહેરાત આપી દિધી છે.ટેન્ડર થયુ ન હોય તો આવશ્ય સેવા માટે નાની વસ્તુ ખરીદવી પડે છે. > ડો.પ્રફુલ્લભાઇ કાત્રોડિયા, પ્રમુખ ગારીયાધાર નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...