તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ડો.આંબેડકર સામે અભદ્ધ ભાષા વાપરનારાને તત્કાલ સજા કરો

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે આ મામલે મામલતદારને આવેદન અપાશે
  • ગારીયાધાર દલિતસમાજનાં આગેવાનો ફરિયાદ કરવાં ગારીયાધાર પોલીસ સ્ટેશન પહોંચ્યા

ડો.બાબાસાહેબ સાહેબ આંબેડકર વિરૂદ્ધ અભદ્ર ભાષા વાપરનાર સામે પોલીસ ફરિયાદ કરવા ગારિયાધાર દલિત સમાજના આગેવાનો ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં .જેમાં લેખિત ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગત તા.01.07.2021 ના રોજ મોબાઈલના વોટ્સએપ ગ્રુપમાં માવદાન ગઢવી નામના વ્યક્તિનો વીડિયો આવેલ.જેમાં આ વ્યક્તિ સમગ્ર દલિત સમાજના આદરણીય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો હતો.જેમાં ભીમ સેનાનાં કોઈ એક વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી હતી.

માવદાન ગઢવી દારૂ પીઘેલી હાલતમાં બોલતો હોય જેના માટે થાનગઢના અમારા દલિત સમાજના આગેવાન વાલજીભાઈ રાઠોડે માવદાન ગઢવી ને ફોન કરી આ વિડીયો અપલોડ ન કરવા શાંતિથી સમજાવેલ. તો માવદાન ગઢવી એ અમારા દલિત સમાજના આગેવાન વાલજીભાઈ રાઠોડને જેમ ફાવે તેમ ગાળો બોલી અને ડો.બાબાસાહેબ વિશેનો સાભળી શકે તેવા શબ્દો ઉચ્ચારી સમગ્ર દલિત સમાજનું અપમાન કરેલ છે.

આવા લોકો સામે સમગ્ર દલિત સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.ગારિયાધાર દલિત સમાજ વતી આ માવદાન ગઢવીએ દલિત સમાજના અગ્રણી બાબા સાહેબ આંબેડકરનું જાતિવિષયક શબ્દો અને તેમના ચારિત્ર ઉપર ન શોભે તેવા શબ્દો બોલી અપમાન કરેલ હોય તો તેની સામે ધોરણસર કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપી હતી.લેખિત કરવાં ગારિયાધાર દલિત સમાજના આગેવાનો જેમાં દિલીપભાઈ વાઢેર દિનેશભાઇ વણઝારા હરજીભાઈ વણજારા તેમજ દલિત સમાજના લોકો હાજર રહ્યાં હતાં .તેમજ દલિત સમાજના આગેવાન દિનેશભાઇ વણઝારા દ્વારા આવતીકાલે આ ઘટના બાબતે ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...