સર્કલોમાં સ્વચ્છતાનો અભાવ:ગારિયાધારમાં વિવિધ સ્થળોએ મુકવામાં આવેલ પ્રતિમાઓની જાળવણીમાં રખાતી બેદરકારી

ગારિયાધાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિમાઓની નિયમિત પણે સાફ સફાઇ થતી નથી
  • શહેરમાં ચાર સ્થળોએ પ્રતિમા તો મુકાય પણ હાલમાં આ પ્રતિમાંનાં સર્કલમાં મોટુ મોટુ ઘાસ ઉગી નિકળ્યુ

ગારીયાધાર શહેરમાં વિવિધ સ્થળોએ મુકવામાં આવેલ પ્રતિમાંઓનાં સર્કલમાં સ્વચ્છતાનો અભાવ છે. લાખોનાં ખર્ચે વિવિધ જગ્યા પર નગરપાલિકા દ્ધારા પ્રતિમાં મુકવામાં આવી છે.ગારીયાધાર નગરપાલિકા દ્ધારા શહેરમાં વિવિધ જગ્યા જેમાં બસ સ્ટેશન પાસે શંભુદાદાની પ્રતિમાં ,રૂપાવટી રોડ પર સ્વામિ વિવેકાનંદની પ્રતિમાં, બાયપાસ રોડ પર ભગવાન બુદ્ધની પ્રતિમાં તેમજ પાલીતાણા રોડ પર ગાર્ડનમાં શહિદ ભગતસિંહની પ્રતિમાં લાખોનાં ખર્ચે મુકવામાં આવી છે.પરંતુ આ પ્રતિમાની જાળવણીનાં અભાવે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

હાલમાં આ પ્રતિમાંનાં સર્કલમાં મોટુ મોટુ ઘાસ ઉગી નિકળ્યુ છે તો કોઇ પ્રતિમાં પાસે ઘાસ બળી ગયેલુ જોવાં મળી રહ્યુ છે.આ પ્રતિમાંઓમાં નિયમિત પણે સાફ સફાઇ થતી નથી.લાખોનાં ખર્ચે પ્રતિમાં મુકી દિધી છે.પરંતુ હાલમાં સ્વછતાનો અભાવ જોવાં મળી રહ્યો છે. ગારીયાધાર નગરપાલિકા દ્ધારા જાળવણીનો અભાવ જોવાં મળી રહ્યો છે.

તંત્ર દ્ધારા ઘાસ કટીંગ કે સફાઇ કરવામાં આવતી નથી.ગારીયાધાર નગરપાલિકા દ્ધારા આ ચારેય જગ્યા પર પ્રતિમાં તો મુકવામાં આવી છે. પરંતુ હાલમાં આ પ્રતિમાંનાં સર્કલમાં મોટુ મોટુ ઘાસ ઉગી નિકળ્યુ છે ત્યારે ગારીયાધાર નગરપાલિકા દ્ધારા ગંભીર બની વહેલીતકે આ પ્રતિમાંનાં સર્કલમાં વહેલીતકે યોગ્ય કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. નિયમિત રીતે સફાઇ તેમજ જાળવણી પ્રતિમાની કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...