ગ્રાન્ટ:ગારીયાધારનાં શિવમનગર શાળામાં રૂમો બનાવવાની જરૂર

ગારિયાધાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગારીયાધાર શહેરની શિવમનગર પ્રાથમિક શાળાંમાં રૂમ બનાવવા આ વિસ્તારનાં નગર સેવક નજીરમિયાં સૈયદ દ્ધારા તાલુકા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

ગારીયાધારનાં શિવમનગર પ્રાથમિક શાળામાં કલેક્ટરની ગ્રાન્ટમાંથી એક રૂમ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે બાબતે આચાર્ય શિવમનગર પ્રાથમિક શાળાને જાણ કરતાં તેઓ કહેલ કે રૂમની જરૂરીયાત નથી એટલે ગ્રાન્ટ પરત કરી દેવી છે.તેઓએ આ જવાબ આપેલ છે.આ શાળામાં 1 થી 5 ધોરણ સુધીનાં બાળકો અભ્યાસ કરે છે અને આ સ્કુલમાં 120 બાળકોની સંખ્યા છે અને રૂમોની ખાસ જરૂર હોઇ અને અમે અગાઉ પણ 6 રૂમોની માંગણી પણ કરેલ છે.

આ વિસ્તારમાં મજુર વર્ગનાં લોકો રહેતાં હોય અને ભવિષ્યમાં આ શાળામાં 1 થી 8 ધોરણ થવાની છે.તો આ શાળામાં રૂમ બને તો બાળકોની સંખ્યા પણ વધે અને 6 માસ પહેલાં 6 રૂમની માંગણી માટે રજુઆત કરવાં માટે આચાર્યને કહેલ પરંતુ આચાર્ય કહેલ કે અમારે આ શાળામાં 6 રૂમને શુ કરવા છે.

અન્ય સમાચારો પણ છે...