ગારિયાધાર તાલુકના પાંચ ટોબરા ગામમાં મુખ્ય પ્રશ્ન પિવાનાં પાણીનો છે.પાંચ ટોબરા ગામની વસ્તી અંદાજે 5000 ની છે.ગામમાં માલઢોર અંદાજે 800 જેટલાં છે.રોડ રસ્તાનાં કામ 65 % થઇ ગયાં છે.ગટરનુ કામ 100% થયેલ છે.ઘરે ઘરે નળ કનેકશન પણ છે.પરંતુ મુખ્ય પ્રશ્ન પાણીનો છે.શિક્ષણની સુવિધા કેન્દ્ધવર્તી શાળાં છે.ગામમાં દાનબાપુનુ પૈારાણિક મંદિર આવેલુ છે.
હાલમાં ગામનાં પાદરમાં વાટીકા બની રહ્યુ છે.તેમજ સાથે ઠંડા પાણીનુ ફ્રિજ આર.ઓ.પ્લાન્ટ સાથે મનુભાઇ ખોખરના હસ્તે દાતા મણીબેન પોપટભાઇ ખોખર દ્ધારા આપવામાં આવ્યુ છે.બગીચાનાં દાતા વલ્લભભાઈ શામજીભાઇ ઇટાળીયા છે.ગામનુ સ્મશાન પણ સુંદર છે.જેમાં બગીચો ખુબ સુંદર બનાવવામાં આવ્યો છે.
ગામમાં પાણી માટેનો અવેડો તેમજ ઉપર પંખી માટે ચબુતરો બનાવવામાં આવ્યો છે.પાંચ ટોબરા ગામનાં વતની હાલ વિદેશમાં 25 થી 30 લોકો કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઇ, બેંગકોક જેવા દેશોમાં સ્થાઇ થઇ ગયાં છે.મારા ઘરમાંથી મારા સંતાનો વિદેશ છે.ગામમાં મારુ સ્વપ્નુ છે કે ગામમાં સી.સી.કેમેરાથી સજ્જ કરવુ તેમજ ગામમાં ભવ્ય રામજી મંદિર બનાવવાનુ છે.તેમ રમીલાબેન ઘનશ્યામભાઇ ખોખર દ્ધારા જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.