આક્ષેપ:ગારિયાધાર પાલિકાના પ્રમુખ રજા પર જતા અનેક તર્કવિતર્ક

ગારિયાધાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરરીતિના કારણે સતત વિવાદમાં રહેતી
  • પ્રમુખ તરીકે નિષ્ફળ જતાં ઉપ પ્રમુખને ચાર્જ સોપાયાનો વિપક્ષનો આક્ષેપ

ગેરરીતિઓને કારણે સતત વિવાદમાં રહેલી ગારિયાધાર નગર પાલિકાના પ્રમુખ એક મહિનો રજા પર ઉતરી જતા પાલિકામાં અનેક તર્કવિતર્ક થઇ રહયાં છે.હાલમાં પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોપવામાં આવ્યો છે.જોકે પ્રમુખ તરીકે નિષ્ફળ જતા ઉપપ્રમુખને ચાર્જ સોંપાયો હોવાનો વિપક્ષનો આક્ષેપ છે.

ગારીયાધાર નગરપાલિકા સતત વિરોધનાં વંટોળમાં જ રહે છે જેમાં વિપક્ષ દ્ધારા અનેક ગેરરિતીનાં આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે.નગર પાલિકાના પ્રમુખ ડો.પ્રફુલ કાત્રોડીયા એક મહિનાની રજા પર જતા ઉપ પ્રમુખ ઓધાભાઇ પરમારને પ્રમુખનો ચાર્જ સોપાતાં પ્રમુખ વિકાસનાં કામમાં નિષ્ફળ ગયા હોવાથી ઉપપ્રમુખને ચાર્જ સોપાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને હાલના પ્રમુખ પડતર પ્રશ્નો વહેલીતકે ઉકેલ લાવે તેવી માંગણી કરી હતી.

આ અંગે ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખે અંગત કારણોસર 1 મહિનાની રજા મુકી છે તેવુ મને જાણવા મળ્યુ છે જેથી ઉપ પ્રમુખને હાલમાં ચાર્જ સોપાયો છે.બાકી કોઇ વિવાદ નથી. તેમ તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...