તપાસની માગ:ગારિયાધારમાં ત્રણ દિવસ પહેલા નાખેલાં પેવિંગ બ્લોક બેસી ગયા

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇને કોઇ બાબતે સતત વિવાદમાં રહેતી નગર પાલિકા
  • વિપક્ષ દ્વારા ગેરરીતિના​​​​​​​ આક્ષેપ સાથે ચીફ ઓફીસરને રજુઆત કરી તપાસ કરવા માંગ

ગારીયાધાર નગરપાલિકા કોઇને કોઇ બાબતે સતત વિવાદમાં રહેતી આવી છે.વિપક્ષનાં સદસ્યો દ્ધારા અનેક વખત ગેરરીતે મામલે આક્ષેપ કરવામાં આવ્યાં છે ત્યારે વિપક્ષનાં સદસ્ય અશોકભાઇ ભરોળીયા દ્ધારા પેવિંગ બ્લોક બેસી જતાં ચિફ ઓફિસરને મોખિક રજુઆત કરવામાં આવી છે અને આ પેવિંગ બ્લોક નાખવામાં ગેરરીતી થઇ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

શહેરનાં ભારાજીની વાડી વિસ્તારમાં હમણાં જ પેવિંગ બ્લોક નાખવામાં આવ્યાં છે તે પેવિગ બ્લોક બેસી જતાં વિપક્ષનાં સદસ્ય ગેરરીતિ થઇ હોવાનુ જણાવી રહ્યાં છે.આમ ગારીયાધાર નગરપાલિકા સતત વિરોધનાં વંટોળમાં જ રહે છે.વિપક્ષનાં સદસ્યો દ્ધારા અનેક વખત ગેરરીતિ મામલે રજુઆત પણ કરવામાં આવી છે.

આ કામની વિજીલન્સ તપાસ થવી જોઇએ
મારા દ્ધારા આ પેવિંગ બ્લોક બેસી ગયા તેની રજુઆત ચિફ ઓફિસર તેમજ પ્રમુખને ફોટા બતાવીને રજુઆત કરવામાં આવી છે .અમારા દ્ધારા વિજીલન્સ તપાસ પણ આ મામલે માંગવામાં આવશે.> અશોકભાઈ ભરોળીયા, સદસ્ય ગારિયાધાર નગરપાલિકા

બ્લોકની નીચે પાણી લીકેજથી બ્લોક બેસી ગયા છે
આ પેવિંગ બ્લોક ત્રણ દિવસ પહેલાં નાખવામાં આવ્યાં છે.બ્લોકની નીચે પાણી લીકેજ થયુ છે.વાહન ચાલવાથી બ્લોક બેસી ગયાં છે.આ મામલે રજુઆત પણ મળી છે. > ધવલ ચૌહાણ , એન્જિનિયર, ગારીયાધાર નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...