સમસ્યા ઉકેલાતી નથી:ગણેશગઢ ગામે ગટર ઉભરાવાના પ્રશ્ને મહિલાઓ મેદાનમાં આવી

ગારિયાધાર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધારના ગણેશગઢ ગામે ઘણા સમયથી ગટરનું પાણી ઊભરાઈને બજારમાં જવાથી ગંદકીએ માઝા મૂકી હોય ત્યારે ગામની મહિલાઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીએ આવીને ઉગ્ર રજુઆત કરાઈ હતી.

ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીનું ગામ હોવા છતાં ગટર ઉભરાવવાનો પ્રશ્નનો ઉકેલ આવતો નથી.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગણેશગઢ ગામમાં કોળીવાસ વિસ્તારમાં ગટરનું પાણી જાહેર રસ્તા ઉપર ઉભરાય છે જે દુર્ગંધ ફેલાવે તથા ચાલવામાં પણ તકલીફ પડે છે તથા આ રોગચાળાના સમયમાં મચ્છર માખીનો ઉપદ્રવ ફેલાય છે જેનાથી રોગચાળો થવાની ભીતી છે આ ગટરનું પાણી રસ્તા ઉપર ભરાવાથી રાત્રે તથા દિવસે ચાલવાની તકલીફ પડે છે.દરેકના ઘરના શૌચાલયો પણ ઉભરાય છે.

આ અગાઉ આ બાબતે રજુઆત પણ કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો હવે આ બાબતે કોઈ પગલાં લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ હતી.

10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવી જશે
ગણેશગઢ ગામની ગટરના પ્રશ્ને રજુઆત મળેલ છે.આ બાબતની તલાટી મંત્રીને જાણ કરી ગટર ઉભરાવવાનો પ્રશ્નનો નિકાલ 10 દિવસમાં કરવામાં આવશે. > ડી.વી.વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી ગારીયાધાર

અન્ય સમાચારો પણ છે...