વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ:ગારિયાધારના સાતપડા ગામે ગેરકાયદે માછીમારી થાય છે

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લેઆમ માછીમારીનો ચાલતો કારોબાર
  • શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર રીતે માછીમારી થતી હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. સાતપડા ગામ પાસે પસાર થતી શેત્રુંજી નદીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેમાં કેરેટ ભરેલી મરાયેલી મચ્છી કોઈ વાહનમાં ભરવામાં આવી રહી છે. તેમજ આ વીડિયોમાં ઘણા લોકો મચ્છી કેરેટમાં નાખી વાહનમાં ભરી રહ્યા છે.

આ બાબતે સાતપડા ગામના સરપંચ મગનભાઈ સાથે વાતચીત કરતાં તેમના દ્વારા જણાવાયું હતું કે, વિડીયો મારા દ્વારા જોવામાં આવ્યો છે. પરંતુ પંચાયતમાં કોઈ દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી નથી. પંચાયતમાં ફરિયાદ આવ્યા બાદ જે તે વિભાગમાં ફરિયાદ કરવામાં આવશે.

અમારા દ્વારા આ બાબતે કોઇ પણ મંજુરી આપવામાં આવી નથી. માછીમારી થઈ રહી છે તે ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું છે. તેમ સરપંચે ઉમેર્યું હતું. તંત્રના કોઈપણ પ્રકારની પરમીશન લીધા વીના માછીમારીનો કારોબાર ચાલી રહ્યો હોવાનું વિડીયોમાં જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...