વિદ્યાર્થિનીઓની કફોડી હાલત:10 વર્ષથી કન્યા શાળાનું બિલ્ડીંગ જર્જરીત

ગારીયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર બેટી બચાવો બેટી પઢાવોના બણગા ફૂંકે છે પણ વાસ્તવિકતા કંઇક જુદી જ
  • ગારિયાધાર પાલિકા સંચાલિત આર. એમ . શાહ કન્યાશાળાની 400 વિદ્યાર્થિનીઓની કફોડી હાલત
  • અન્ય શાળામાં અભ્યાસ કરતી છાત્રાઓ

ગારિયાધાર શહેરમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નગર પાલિકા સંચાલીત બિલ્ડીંગ ઘણા લાંબા સમયથી જર્જરીત થઇ ગયુ હોવાથી હાલમાં આ શાળાની ધો.9 અને 10ની આશરે 400 જેટલી વિદ્યાર્થીનીઓ અન્ય શાળામાં અભ્યાસ કરી રહી છે.આ બિલ્ડિગ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં નગર પાલીકાનું બહેરૂ તંત્ર નવા બિલ્ડીંગ બનાવવા અંગે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં રોષ ભભુકી ઉઠયો છે.

ગારિયાધાર નગરપાલિકા સંચાલિત આર એમ શાહ કન્યાશાળા જે શહેરના મેઇન બજારમાં આવેલી છે તે કન્યા શાળાનું બિલ્ડીંગ જર્જરીત થતા છેલ્લા દશ વર્ષથી આ કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ ધો 9 તેમજ 10 માં અંદાજે 400 જેટલી વિદ્યાર્થીનીઓ શહેરની એમડી પટેલ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે છતાં તંત્ર દ્વારા કન્યા શાળાનું બિલ્ડીંગ બનાવવા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

આ જર્જરીત બિલ્ડીંગને પાડીને નવું બનાવવા અનેક વખત રજુઆતો કરવામાં આવી પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ઘણા વર્ષથી આ શાળાની વિદ્યાર્થિનીઓ એમ.ડી.પટેલ હાઇસ્કુલમાં અભ્યાસ કરી રહી છે સરકાર બેટી બચાવો બેટી પઢાવોના બણગા ફૂંકે છે ત્યારે શહેરમાં વિદ્યાર્થીનીઓને સારું શિક્ષણ મેળવવા સુદ્રઢ બિલ્ડિંગ પણ શહેરમાં નથી છત્તા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી .આ જર્જરિત બિલ્ડીંગ પાડીને નવી બિલ્ડિંગ બનાવવા શહેરીજનોની માંગણી છે

કન્યાશાળાનુ બિલ્ડીંગ મેઇન બજારમાં છે બિલ્ડીંગ જર્જરિતનુ સર્ટિફિકેટ આવે તેની રાહ છે
આ રા.મો.શાહ કન્યાશાળાનુ બિલ્ડીંગ મેઇન બજારમાં છે. માર્ગ અને મકાન વિભાગ તરફથી બિલ્ડીંગ જર્જરિતનુ સર્ટિફિકેટ આવે ત્યાર બાદ તેને તોડવામાં આવશે. બાદ નવા બિલ્ડીંગ બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે.વિદ્યાર્થિનીઓને પડતી મુશ્કેલી અંગે શકય એટલુ ઝડપી આ સમસ્યાનું નિવારણ કરવા પ્રયાસો શરૂ જ છે. > ડો.પ્રફુલ્લભાઇ કાત્રોડીયા , પ્રમુખ, ગારીયાધાર પાલિકા

અન્ય સમાચારો પણ છે...