ચૂંટણી:ગારિયાધાર તા.ની 38 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી

ગારિયાધાર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી લડવા સંભવિત ઉમેદવારોના જરૂરી ડોકયુમેન્ટ મેળવવા કચેરીઓમાં આંટાફેરા

ગ્રામપંચાયતોની ગારિયાધાર તાલુકામાં ચૂંટણી જાહેર થતાં જ તાલુકાના રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે.ગારિયાધાર તાલુકાના 38 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે તેમજ પેટાચૂંટણીમાં સાંઢ ખાખરામાં સરપંચ તેમજ ચોમલમાં એક સભ્ય અને શિવેન્દ્રનગરમાં એક સભ્ય વોર્ડ પેટા ચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડતાં જ ગારિયાધાર તાલુકામાં રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં ચૂંટણી લડવાના મુરતિયાનાં પણ આંટાફેરા વધી ગયા છે.ચૂંટણી લડવાના સરપંચના ઉમેદવારો કચેરીઓમાં જરૂરી ડોક્યુમેન્ટના દાખલાઓ કઢાવવા પણ આવી રહ્યાં છે.ગારિયાધાર તાલુકાની 38 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ત્રણ ગામોમાં સરપંચ તેમજ વોર્ડના સભ્યોની પેટાચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...