તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગારિયાધાર તાલુકો સિંચાઈ સુવિધાથી વંચિત : માત્ર ચોમાસા પર આધાર

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર તાલુકો માત્ર ખેતી અને હિરા ઉદ્યોગ પર નભે છે. તેમાંથી ખેડૂતો માત્ર ચોમાસાનાં વરસાદનાં પાણીથી જ ખેતી કરે છે. વર્ષમાં માત્ર એક જ પાક લઇ શકે છે. ગારિયાધાર તાલુકામાં હજુ સુધી સિંચાઈ યોજના સુવિધા નથી. જેથી શિયાળુ પાક ખેડૂતો લઇ શકતા નથી.

ગારિયાધારમાં હાલમાં સિંચાઈ યોજના થઇ શકે તેમ છે જેમાં ગારિયાધાર તાલુકામાંથી સૌની યોજનાની પાણીની લાઈન નીકળી છે. આ સૌની યોજનામાંથી સિંચાઈ સુવિધા મળે તેવી ખેડૂતોની માંગણી છે. સિંચાઈ સુવિધા મળે તો ખેડૂતો વધારે ઉપજ પણ લઇ શકે તેમ છે.

હાલમાં તો ખેડૂતો ચોમાસાનાં વરસાદ પર જ મોટાભાગનાં ખેડૂતો નભી રહયા છે. જેમાં જે વર્ષ ચોમાસા દરમિયાન વરસાદ નહિવત પડે ત્યારે ગારિયાધાર તાલુકાના ખેડૂતોની સ્થિતિ દયનિય થઇ જાય છે. ખેડૂતોની સૌની યોજનામાંથી સિંચાઈની સુવિધા કરે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...