સમસ્યા:ગારિયાધાર તાલુકો સિંચાઈથી વંચિત : માત્ર ચોમાસામાં ખેતી

ગારિયાધાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈની સુવિધા મળે તો જમીન લીલીછમ બને
  • તાલુકામાં સિંચાઈની સુવિધા ન હોવાથી ખેડૂતો માત્ર એક જ પાક લઇ શકે છે

ગારિયાધાર તાલુકો માત્ર ખેતી અને હિરા ઉદ્યોગ પર નભે છે. તેમાંથી ખેડૂતો માત્ર ચોમાસાનાં વરસાદનાં પાણીથી જ ખેતી કરે છે. વર્ષમાં માત્ર એક જ પાક લઇ શકે છે.તાલુકામાં જો સિંચાઇ સુવિધા મળે તો ચોમાસા સિવાય પણ ખેડૂતો પાક લઇ શકે.ગારિયાધાર તાલુકામાંએક પણ સિંચાઈ યોજના નથી જેથી શિયાળુ પાક ખેડૂતો લઇ શકતા નથી.ગારિયાધારમાં હાલમાં સિંચાઈ યોજના થઇ શકે તેમ છે. જેમાં ગારિયાધાર તાલુકામાંથી સૌની યોજનાની પાણીની લાઈન નીકળી છે. આ સૌની યોજનામાંથી સિંચાઈ સુવિધા મળે તેવી ખેડૂતોની માંગણી છે.

સિંચાઈ સુવિધા મળે તો ખેડૂતો વધારે ઉપજ પણ લઇ શકે તેમ છે. હાલમાં તો ખેડૂતો ચોમાસાનાં વરસાદ પર જ મોટાભાગનાં ખેડૂતો નભી રહયા છે. જેમાં જે વર્ષ ચોમાસા દરમિયાન વરસાદ નહિવત પડે ત્યારે ગારિયાધાર તાલુકાના ખેડૂતોની સ્થિતિ દયનિય થઇ જાય છે તો કયારેક ચોમાસામાં અતિવૃષ્ટિ થાય ત્યારે પાકનો નાશ થાય છે પણ જો એકાદ સિંચાઇ યોજના હોય તો શિયાળુ,ઉનાળુ પાક લઇ શકાય.ખેડૂતોની સૌની યોજનામાંથી સિંચાઈની સુવિધા કરે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...