જરૂરિયાત:રોજગારી માટે માત્ર હિરા ઉદ્યોગ પર આધાર રાખતા ગારિયાધાર તાલુકામાં જરૂર છે મોટા ઉદ્યોગની

ગારિયાધાર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગારિયાધારમાં ઓઇલ મિલો સ્થપાય તો રોજગારી મળી શકે અને વેચાણ માટે બહાર જવુ ન પડે
  • ખેતીવાડી​​​​​​​ ક્ષેત્રે તાલુકામાં ખાસ કરીને કપાસ અને મગફળીના પાકનું થતુ ઉત્પાદન

ગારિયાધાર શહેરમાં હાલમાં મુખ્યત્વે હિરા ઉદ્યોગ છે . નાના મોટા કારખાનામાં લોકો કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે .મુખ્યત્વે ખેતીમાં લોકો મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે.જેમાં આ વર્ષે મગફળીનુ 7840હેક્ટરનુ વાવેતર તેમજ કપાસનુ 26278 હેક્ટર તાલુકામાં થયેલ છે જેથી ગારિયાધાર શહેરમાં ઓઇલ મિલો સ્થાપવામાં આવે તો ચોખ્ખું તેલ તેમજ લોકોને રોજગારી પણ મળી રહે. રોજગારી માટે હાલમાં તો માત્ર એક જ હીરાઉદ્યોગ પર જ આધાર છે.

હીરા ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ હાલમાં ન હોવાથી લોકોનું સ્થળાંતર સુરત તરફ થઇ રહ્યું છે.મોટી ઓઇલ મિલો સ્થાપવામાં આવે તો શહેરનો વિકાસ પણ આગળ વધે તેમ છે. ગારિયાધાર શહેરના મોટાભાગના લોકો હીરા તેમજ ખેતી પર નભતા હોવાથી ઓઇલ મિલ આવવાથી લોકોને ચોખ્ખું તેલ તેમજ નાના મોટા લોકોને રોજગારી પણ તેમાંથી મળી રહે તેમ છે.

ઓઇલ મીલ વગર મગફળી વેચવા બીજા શહેરમાં જવુ પડે
ગારીયાધાર તાલુકામાં મગફળી અને કપાસનુ વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.જેથી ઓઇલ મિલો સ્થાપવામાં આવે તો લોકોને શુદ્ધ શિંગતેલ મળે તેમજ ખેડુતોને પણ ફાયદો થાય. બીજા શહેરમાં ભાડા ખર્ચેને પાક વેચવા જવુ પડે તે પણ ન જવુ પડે. હાલમાં ગારિયાધારમાં મગફળીના વેચાણ માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી. - રફીકભાઈ સોલંકી, વેપારી, ગારિયાધાર

​​​​​​​મગફળીના ઉત્પાદનના પ્રમાણમાં ઓઈલ મિલ હોવી જોઇએ
ગારિયાધાર તાલુકામાં મગફળીના ઉત્પાદનના પ્રમાણમાં ઓલઇ મિલ તો હોવી જ જોઇએ.ગારીયાધારમાં ઓઇલમિલો સ્થાપવામાં શુધ્ધ તેલ મળી રહે તેમજ ખેડુતોને પણ બીજા શહેર કે તાલુકા મથકે મગફળીનો પાક વેચવા ન જવુ પડે.આમાંથી લોકોને રોજગારી પણ મળી રહે. ખરેખર મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર તાલુકામાં ઓઈલ મીલ હોવી જરૂરી છે. - અશોકભાઈ ચૌહાણ ખેડૂત, ડમરાળા

​​​​​​​કપાસ અને મગફળીનુ તાલુકામાં અધિક વાવેતર
ગારિયાધાર તાલુકામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે જેથી મોટી ઓઈલ મિલ સ્થાપવામાં આવે તો ખેડુતોને બહારનાં તાલુકામાં પાક વેચવાં જવુ પડે છે તે પણ ન જાવુ પડે.મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનુ વાવેતર ગારીયાધાર તાલુકામાં થળ રહ્યું છે.ત્યારે ગારીયાધાર તાલુકામાં મોટી ઓઇલ મિલો સ્થાપવામાં આવે તો તેમાંથી લોકોને રોજગારી પણ પ્રાપ્ત થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...