38751 હેકટર જમીનને ફાયદો થાય:ખેતી પર નભતું ગારિયાધાર સિંચાઇ સુવિધાથી વંચિત

ગારિયાધાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિંચાઈની સુવિધાથી સૂકી જમીનમાં પાક લઇ શકાય: ખેત પેદાશમાં 40 ટકા જેટલો વધારો પણ થાય
  • ગારિયાધાર તાલુકો માત્ર ખેતી અને હિરા ઉદ્યોગ પર નભે છે, ખેતી માટે માત્ર ચોમાસાનાં વરસાદનાં પાણીથી જ આધારિત

શિલ્પેશ પરમાર :
સિંચાઈની સુવિધા તાલુકામાં ન હોવાથી ખેડૂતો માત્ર એક જ પાક લઇ શકાય છે.ગારિયાધાર તાલુકો માત્ર ખેતી અને હિરા ઉદ્યોગ પર નભે છે તેમાંથી ખેડૂતો માત્ર ચોમાસાનાં વરસાદનાં પાણીથી જ ખેતી કરે છે. વર્ષમાં માત્ર એક જ પાક લઇ શકે છે. ગારિયાધાર તાલુકામાં સિંચાઇની સુવિધા મળે તો 38751 હેકટર જમીનને ફાયદો થાય અને એકંદરે 15000 હેકટર જમીનમાં વધુ પાક લઇ શકાય તેમ છે.

ગારિયાધાર તાલુકામાંથી સૌની યોજનાની પાણીની લાઈન નીકળી છે. આ સૌની યોજનામાંથી સિંચાઈ સુવિધા મળે તેવી ખેડૂતોની માંગણી છે. સિંચાઈ સુવિધા મળે તો ખેડૂતો વધારે ઉપજ પણ લઇ શકે તેમ છે. હાલમાં તો ખેડૂતો ચોમાસાનાં વરસાદ પર જ મોટાભાગનાં ખેડૂતો નભી રહયા છે.

જેમાં જે વર્ષ ચોમાસા દરમિયાન વરસાદ નહિવત પડે ત્યારે ગારિયાધાર તાલુકાના ખેડૂતોની સ્થિતિ દયનિય થય જાય છે. ખેડૂતોની સૌની યોજનામાંથી સિંચાઈની સુવિધા કરે તેવી માંગણી છે. સિંચાઈની સુવિધા મળે તો સૂકી જમીન લીલીછમ થઇ જાય.

સિંચાઇ માટેની ખેડૂતોની માંગણી સરકાર સુધી પહોંચાડાશે

સિંચાઈ સુવિધા ચાલુ થાય તો ખેડુતોને લાભ થાય.સિંચાઇ સુવિધા માટે સરકારમાં માંગણી કરવામાં આવશે.ખેડુતોનાં હિત માટે સિંચાઇ સુવિધા માટે પ્રયત્નો કરવામાં આવશે.> સુધીરભાઇ વાઘાણી , ધારાસભ્ય, ગારીયાધાર જેસર

સૈાની યોજનામાંથી લાઇન દ્વારા તળાવો ભરી શકાય
ગારિયાધાર તાલુકામાં 38751 હેકટર જમીન વાવેતર માટેની છે.જેમાં ચોમાસા દરમિયાન 38428 હેકટરમાં વાવેતર થયુ હતુ.તેમજ શિયાળુ પાકમાં 7707 હેકટર વાવેતર થાય છે.જો સિંચાઇની સુવિધાઓ થાય તો 15000 હેકટર જમીનમાં વધુ પાક લઇ શકાય તેમ છે.ગારીયાધાર તાલુકામાં કોઇ મોટી નદી કે ડેમ નથી.જેથી સિંચાઇ સુવિધા નથી.

સૈાની યોજનાંમાંથી જે પાણીની લાઇન છે તેનાથી ગામડાનાં તળાવો ભરાય છે જેથી પાણીનાં તળ ઉંચા આવે.સિંચાઇ સુવિધા મળે તો ઉનાળુ પાક પણ ખેડુતો લઇ શકે. જેથી ખેડુતોની ખેત પેદાશમાં 40 ટકા જેટલો વધારો થઇ શકે તેમ છે. સિંચાઇ માટે ખેડુત મગનભાઇ કાકડિયા દ્ધારા અગાઉ અનેક વખત રજુઆત કરેલી છે. જો કે ચૂંટણી દરમિયાન કોઇ પક્ષ દ્ધારા સિંચાઇની સુવિધા માટેનાં પ્રયાસો કરશુ તેવા વચનો આપ્યા નથી.

સિંચાઇની સગવડતા મળે તો ખેડૂતો એક કરતા વધુ પાક લઇ શકે

ગારીયાધાર તાલુકામાં સિંચાઈ સુવિધા ચાલુ કરવામાં આવે તો ખેડુતો જે ચોમાસા દરમિયાન એક જ પાક લઇ શકે તેની જગ્યાએ વધુ પાક લઇ શકે જેથી ખેડુતો આર્થિક રીતે પણ સધ્ધર થાય.ગારીયાધાર તાલુકામાં સિંચાઇની સુવિધા ચાલુ થાય તો ખેડુતોને ખુબ જ લાભ થાય તેમ છે. > મગનભાઈ કાકડિયા, ખેડુત, વિરડી ગામ

અન્ય સમાચારો પણ છે...