તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરની કરુણાંતિકા:ગારિયાધારમાં તળાવમાં નાહવા પડેલા 10-12 વર્ષના બે સગા ભાઈ સહિત ચાર બાળકોનાં ડૂબવાથી મોત, આખા ગામમાં સન્નાટો છવાયો

ગારિયાધાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી વાવડીમાં એકજ શાળામાં ભણતા બે સગા ભાઈ સહિત 4 તરુણનાં મોત થતાં લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. - Divya Bhaskar
મોટી વાવડીમાં એકજ શાળામાં ભણતા બે સગા ભાઈ સહિત 4 તરુણનાં મોત થતાં લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.
  • આ ચારેય બાળકોનાં માતા-પિતા શ્રમજીવી છે

ગારિયાધારના મોટી વાવડી ગામે બે સગા ભાઈઓ સહિત ચાર તરુણો ગામના પાદરમાં આવેલા તળાવમાં નહાવા પડતાં ડૂબી જવાથી તેમનાં મોત થયાં છે. બનાવને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગતો મુજબ, ગારિયાધારના મોટીવાવડી ગામે રહેતા ચાર તરુણો જયેશ ભૂપતભાઈ કાકડિયા, મોન્ટુ હિંમતભાઈ ભેંડા, તરુણ શંભુભાઈ ખોખર અને મીત શંભુભાઈ ખોખર ગામના તળાવમાં નાહવા પડ્યા હતા, જેમનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. સાંજ પડતાં સુધીમાં આ બાળકો તેમના ઘરે ન આવતાં તેમના ઘરના સભ્યોએબાળકોની શોધખોળ શરૂ કરી હતી.

તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
તળાવના કાંઠે સાઇકલ તેમજ બાળકોનાં ચપ્પલ મળી આવતાં બાળકો ડૂબી જવાની શંકા જતાં ગ્રામજનો દ્વારા તળાવમાંથી બાળકોની લાશ બહાર કાઢવામાં આવી હતી તેમજ ઘટનાની જાણ થતાં ગારિયાધાર ફાયર, મામલતદાર અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મૃતક બાળકોમાંથી બે બાળકો સગા ભાઈઓ હતા અને આ તમામ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે આ ચારેય બાળકો મૃતદેહોને પીએમ માટે ગારિયાધાર સીએચસી ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તળાવમાં થોડા દિવસ પૂર્વ સૌની યોજના હેઠળના પાઇપલાઇન દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું.

મૃતકોની ઉંમર 10થી 12 વર્ષ, ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
પ્રાપ્ત મળતી માહિતી મુજબ, ગારિયાધારના મોટી વાવડી ગામે 4 બાળકો નાહવા પડ્યાં હતાં અને ચારેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જેમાં જયેશ ભૂપતભાઈ કાકડિયા (ઉં.વ.10), મોન્ટુ હિંમતભાઈ ભેંડા (ઉં.વ.11), તરુણ શંભુભાઈ ખોખાણી (ઉં.વ.11) અને મીત શંભુભાઈ ખોખાણી (ઉં.વ.12)નો સમાવેશ થાય છે. આ ચારેય બાળકોના પીએમ માટે ગારિયાધાર સીએચસી ખાતે લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ નાનાએવા ગામમાં કરુણ ઘટના બનતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...