વિકાસ આડે અવરોધ:ગારિયાધાર તાલુકાની ખેતીવાડીનો માત્ર ચોમાસા પર જ આધાર, સિંચાઇની સુવિધા મળે તો વિકાસને મળે વેગ

ગારિયાધાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈની સુવિધાના અભાવે વર્ષમાં ખેડૂતો માત્ર એક જ પાક લઇ શકે છે
  • સૌની યોજનામાંથી સિંચાઈની સુવિધા મળે તો સૂકી જમીન લીલીછમ થઇ જાય ,ખેડૂતો સધ્ધર થાય

ગારિયાધાર તાલુકો માત્ર ખેતી અને હિરા ઉદ્યોગ પર નભે છે. તેમાંથી ખેડૂતો માત્ર ચોમાસાનાં વરસાદનાં પાણીથી જ ખેતી કરે છે. વર્ષમાં માત્ર એક જ પાક લઇ શકે છે. ગારિયાધાર તાલુકામાં હજુ સુધી સિંચાઈ યોજના સુવિધા નથી. જેથી શિયાળુ પાક ખેડૂતો લઇ શકતા નથી.માત્ર ચોમાસાના વરસાદ આધારિત ખેતીને લીધે તાલુકામાં અન્ય સિઝનમાં કોઇ પાક લઇ શકાતો ન હોય તાલુકો વિકાસમાં ઘણો પાછળ રહી ગયો છે.

ગારિયાધારમાં હાલમાં સિંચાઈ યોજના થઇ શકે તેમ છે જેમાં ગારિયાધાર તાલુકામાંથી સૌની યોજનાની પાણીની લાઈન નીકળી છે આ સૌની યોજનામાંથી સિંચાઈ સુવિધા મળે તેવી ખેડૂતોની માંગણી છે. સિંચાઈ સુવિધા મળે તો ખેડૂતો વધારે ઉપજ પણ લઇ શકે તેમ છે. હાલમાં તો ખેડૂતો ચોમાસાનાં વરસાદ પર જ મોટાભાગનાં ખેડૂતો નભી રહયા છે.

સિંચાઈની સુવિધા મળે તો એક કરતા વધુ પાક લઇ શકાય
સિંચાઈની સુવિધા હાલમાં ન હોવાથી ખેડુતો માત્ર એક જ પાક લઇ શકે છે. સિંચાઈ સુવિધા ચાલુ કરવામાં આવે તો ખેડુતો આર્થિક રીતે પણ સધ્ધર થાય.હાલમાં સુવિધા ન હોવાથી માત્ર ચોમાસા પર જ ખેતીનો આધાર રાખવો પડે છે.- પ્રદિપભાઇ પરમાર, ખેડુત, સમઢીયાળા

​​​​​​​આખા વરસમાં એક માત્ર માત્ર વરસાદ પર જ આધાર
ગારિયાધાર તાલુકામાં સિંચાઇ સુવિધા આવે તો ખેડુતો વધારે પાક લઇ શકે. હાલમાં માત્ર વરસાદ પર જ આધાર રાખવો પડે છે.ચોમાસા પર આધાર રાખવાને બદલે અન્ય સિઝનમાં પણ પાક લઇ શકાય અને આર્થિક રીતે ફાયદો પણ થાય.- નરેશભાઇ મકવાણા, ખેડુત, ગણેશગઢ

અન્ય સમાચારો પણ છે...