હાલાકી:ગારિયાધાર,વલભીપુર તાલુકાના ખેડૂતોને યાર્ડના અભાવે હાલાકી

ગારિયાધાર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયારે ખેડૂતોને તૈયાર પાક વેચવાનો સમય આવ્યો ત્યારે
  • ગારિયાધારમાં જયારથી બન્યુ ત્યારથી બંધ વલભીપુરમાં માત્ર કાગળ ઉપર ચાલતું યાર્ડ

ચોમાસુ હવે પુરૂ થવાને આરે છે અને વરસાદે પણ હવે વિરામ લેતા ખેડૂતો ખરીફ સિઝનના પાકો લેવા લાગ્યા છે અને મગફળી,કપાસ,તલ જેવા પાક વધુ સારા ભાવની અપેક્ષાએ માર્કેટીંગ યાર્ડમાં વેચવા લાવી રહયાં છે પરંતું જિલ્લામાં ગારિયાધાર અને વલભીપુર આ બે તાલુકા એવા છે કે જયાં માર્કેટ યાર્ડની સુવિધા નથી અને છે તો બંધ હાલતમાં છે જેથી આ બે તાલુકાના ખેડૂતોને પાલિતાણા,સિહોર કે બોટાદ વેચવા જવું પડે છે.

ગારીયાધારમાં માર્કેટિંગ યાર્ડ બન્યુ ત્યારથી બંધ હાલતમાં છે વર્ષોથી બંધ રહેલ માર્કેટિંગ યાર્ડ હાલ ધુળ ખાઇ રહ્યુ છે. ગારીયાધારમાં નવાગામ રોડ પર ખેડુતો પોતાનો પાક વહેચી શકે તે માટે વર્ષો પહેલાં માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યુ છે.પરંતુ હજુ સુધી આ યાર્ડમાં ખેડુતોને ઉપયોગમાં આવ્યુ નથી.ગારીયાધાર શહેરમાં મુખ્ય ઉધોગ હિરા તેમજ ખેતી પર લોકો નભે છે.

આ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કોગ્રેસ બંને પક્ષો દ્ધારા શાસન કરવામાં આવ્યુ છે.પરંતુ કોઇ પક્ષ આ યાર્ડ ચાલુ કરવામાં આવ્યુ નથી.માત્ર દર વર્ષે મગફળી ટેકાનાં ભાવે ખરીદી કરે છે.આ વર્ષે ગારીયાધાર પંથકમાં કપાસનુ વાવેતર 27,306 હેક્ટર મગફળી 6197 હેક્ટરનું વાવેતર થયેલ છે.જેથી માર્કેટિંગ યાર્ડ ચાલુ ન હોવાથી ખેડુતોને મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...