તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દીવાળીના તહેવારોમાં ગારિયાધારના ખોડવદરીમાં પીવાના પાણીના ફાંફા

ગારિયાધાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હજુ ચોમાસુ ગયું ત્યાં જ આ સ્થિતિ આગળ શું થશે ?

રિયાધાર તાલુકાના ખોડવદરી ગામે વષોથી પીવા લાયક પાણીની સમસ્યા છે.આ ગામની વસ્તી આશરે 2000 જેટલી છે. એક તરફ ગુજરાત મોડેલની વાતો થઇ રહી છે ત્યારે આ ગામની કાંઇક અલગ જ દશા જોવા મળી રહી છે પીવા લાયક પાણી આ ગામના ગ્રામજનોના નસીબમા જ ન હોય તેવુ ગ્રામજનો જણાવી રહ્યા છે.ગ્રામજનોને પિવાનુ પાણી પૈસા આપીને ટેન્કર મંગાવવા પડે છે. ગામતળમા મીઠુ પાણી નથી અને તંત્ર દ્વારા મીઠુ પાણી ગ્રામજનોને મળે તેવી વ્યવસ્થા કરાતી નથી.

હજુ ચોમાસુ પુરુ થયાને થોડા દીવસો જ થયા છે ત્યા લોકોને પીવાલાયક મીઠા પાણીના ટેન્કરો પૈસા આપીને મંગાવા પડે તેવી પરિસ્થિતી ઉભી થઇ છે અને ગ્રામ પંચાયત હસ્તકના બોરમાંથી ગામમા કપડા ધોવા કે અન્ય કામમા વપરાશ લાયક પાણી વિતરણ કરવામા આવે છે તે પણ હાલ દીવાળી જેવા તહેવારના સમયે બોરની મોટર ખરાબ થઇ જવાના કારણે બંધ થયુ છે આ બાબતે વહેલી તકે યોગ્ય પગલા ભરી પાણી સમસ્યાનો અંત લાવી પાણી વિતરણ ચાલુ કરાય તેવી ગ્રામજનો મા માંગ ઉઠવા પામી છે.

પાણી પ્રશ્ને વિભાગમાં રજુઆત કરાઇ છે
ગ્રામજનો પિવાનાં પાણી માટે વેચાતા ટેન્કરો નખાવે છે.મેસણકા સંપમાંથી પિવાનુ પાણી આવતુ નથી.પિવાના પાણી માટે આગામી દિવસોમાં પાણી પુરવઠામાં રજુઆત કરવામાં આવશે. > અબ્દુલભાઇ દલ , સરપંચ ખોડવદરી ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો