ગારિયાધાર શહેરમાં પ્રતિબિંબ પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે પ્રતિબંધિત પ્લાસ્ટિક રોડ રસ્તાઓ પર બેફામ જોવા મળી રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. શહેરમાં પ્લાસ્ટિકના આડેધડ વપરાશથી પ્લાસ્ટીક પ્રદુષણની સમસ્યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે.
હાલમાં શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે જેમાં પ્લાસ્ટિક વપરાશમાં દૂધ છાશ તેલ મસાલા પાણીના પાઉચ ચાના કપ ગ્લાસ પ્લાસ્ટિક ઝબલા થેલી નો બેફામ ઉપયોગ કર્યા પછી જેમ તેમ ફેંકી દેવામાં આવે છે. કચરો રસ્તા ઉકરડા ગટરો પાણીના ખાબોચીયામાં ભરાઇ જવાથી ગંદકી અને દુર્ગંધ સામે મચ્છરોનું ઉદભવ સ્થાન બને છે.
પ્લાસ્ટિકથી આરોગ્યને થતા નુકસાનને કારણે 20 માઇક્રોનથી પાતળા અને અન્ય જોખમી બનાવટમાં ઉત્પાદન વેચાણ અને ઉપયોગમાં પ્રતિબંધ હોવા છતાં ગારીયાધાર શહેરમાં બેફામ આવા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે.ગારીયાધાર નગરપાલિકા દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરતી નથી.કચરાનાં ઢગલામાં મોટાભાગે પ્લાસ્ટિક જ જોવા મળી રહ્યુ છે.આ પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ગારીયાધાર નગરપાલિકા દ્ધારા યોગ્ય પગલાં લઇ કાર્યવાહી કરે તે જરૂરી છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે બે દિવસમાં ઝુંબેશ
ગારીયાધાર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક માટેની ઝુંબેશ બે દિવસમાં કરવામાં આવશે. સ્ટાફને સુચના પણ અપાઇ ગઇ છે.બે દિવસમાં જ આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાયદેસર પગલા ભરાશે જ. > એચ.પી.બોરડ , ઇન્ચાર્જ ચિફ ઓફિસર, ગારીયાધાર નગર પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.