ગારિયાધારના રૂપાવટી ગામે હિન્દુ રહેઠાણ વિસ્તારમાં લાશ દફનાવતા ઉગ્ર રોષ ફેલાયો છે. કે.ટલાક અસમાજિક તત્વોએ હિન્દુ રહેણાંકી વિસ્તારમાં ખાડો ખોદીને લાશ દફનાવવાના મામલે લડતની ચીમકી સાથે ગારીયાધાર મામલતદારને આવેદન આપી કસુરવાર સામે પગલા ભરવાં માગ કરવામાં આવી છે. ગારિયાધારનાં રૂપાવટી ગામે હિન્દુ રહેઠાણ વિસ્તારમાં લાશ દફનાવવા બાબતે રૂપાવટી ગામ સમસ્ત હિન્દુ સમાજ દ્ધારા ગારીયાધાર મામલતદારને આવેદન આપી જણાવ્યું હતુ કે રૂપાવટી ગામે બે દિવસ પહેલાં ઘાંચી સમાજનાં રહેમાનભાઇ જીવાભાઇ મરણ પામ્યા હતા.
તેમની લાશ હિન્દુ રહેઠાણ વિસ્તારમાં આવેલ જમીનમાં ખાડો ખોદી લાશને દફનાવવામાં આવેલ છે. આ એક નરાધમ કૃત્ય છે અને અમારા હિન્દુ વિસ્તારમાં રહેતાં હિન્દુઓની લાગણી દુભાવી અને તેમને આ કૃત્ય બિન કાયદેસર કરેલ છે. જે ભારતનાં કાયદાની વિરુદ્ધનુ કામ કરેલ છે.અને હિન્દુ સમાજને ઉશ્કેરવાં માટે આ હલકી કક્ષાનુ કૃત્ય કરેલ છે.
જેથી આ અંગે સખ્ત સખ્ત પગલાં ભરી જેતે કસુરવાર સામે પગલાં ભરવાં અને ફરીવાર આવુ કૃત્ય ન બને તે માટે આ આવેદન પત્ર આપવામાં આવે છે.છતા કોઇપણ કાર્યવાહી નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેમાં ગારીયાધાર તાલુકા અને શહેરનાં સમગ્ર હિન્દુ સમાજ જોડવામાં આવશે અને આ બાબતેની સમગ્ર અઘટિત ઘટના બનશે તેની જવાબદારી તંત્રની રહેશે.તેમ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.