બેદરકાર તંત્ર:ગારિયાધારમાં આંગણવાડી કેન્દ્રમાં પ્રાથમિક સુવિધા નથી; ઘાસ અને મેદાનમાં બ્લોક નથી

ગારિયાધાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના ભુલકા બહાર મેદાનમાં રમતા હોય જીવજંતુનો પણ ભય
  • સરકાર આંગણવાડીમાં દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ દેખાતો નથી

ગારીયાધાર શહેરની ઘાંચીવાડમાં આવેલ આંગણવાડીની દયનિય સ્થિતિ હાલમાં જોવાં મળી રહી છે.છતાં તંત્ર દ્ધારા કોઇ પગલાં ભરવામાં આવતાં નથી.આંગણવાડીમાં નાના ભુલકા આવતાં હોય છે ત્યારે આંગણવાડીનાં મેદાનમાં મોટુ ઘાસ ઉગી નિકળતાં જીવ જંતુનો પણ ભય રહે છે.ત્યારે તંત્ર દ્ધારા આ બાબતે ગંભીર બનવુ જરૂરી છે.આંગણવાડીનાં મેદાનમાં પેવિંગ બ્લોક પણ નગરપાલિકા દ્ધારા નાખવામાં આવ્યા નથી જેથી ચોમાસામાં નાના ભુલકાઓને ભારે હાલાકી પડી રહી છે.આ વોર્ડનાં પુર્વ નગર સેવક નજીરમિયા સૈયદ દ્ધારા અનેક વખત નગરપાલિકામાં રજુઆત કરી છે છતાં આ તંત્રનાં પેટનુ પાણી હલતુ નથી.

સરકાર દ્ધારા આંગણવાડીમાં દર વર્ષે નાના બાળકો માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.આંગણવાડીમાં બાળકોને રમવાં માટે મેદાન છે.પણ મેદાનમાં ઘાસ બળી ગયેલુ હાલમાં ઉભુ છે.નાના બાળકો બહાર મેદાનમાં રમતા હોય જીવજંતુનો પણ ભય રહેલો છે.આ આંગણવાડીમાં તંત્ર દ્ધારા સુકાય ગયેલુ ઘાસ ઉભુ છે. જીવજંતુ કોઇ બાળકને કરડવાની રાહ જોયા પછી કાર્યવાહી કરશે તેવુ લોકો કહી રહ્યાં છે.તંત્ર દ્ધારા આ આંગણવાડી બાબતે નક્કર પગલાં લે તેવી લોકોની માંગણી છે.આ આંગણવાડી ઘણા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત જોવાં મળે છે.છતાં ગારીયાધાર નગરપાલિકા દ્ધારા કોઇ પગલાં લેવામાં આવતાં નથી.

આંગણવાડીના વિકાસ માટે પ્રયત્નો શરૂ કરાયા છે
આ આંગણવાડી કેન્દ્રમાં બ્લોક ફિટ કરવાનો ઠરાવ થઇ ગયો છે.બ્લોક માટેનુ એસ્ટીમેટ બને છે ત્યારબાદ ટેન્ડર કરીને વહેલીતકે આંગણવાડીનાં મેદાનમાં બ્લોક ફિટ કરવામાં આવશે. - ધવલ ચૌહાણ, એન્જિનિયર, ગારીયાધાર નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...