મુશ્કેલી:ગારીયાધારના 48 ગામો વચ્ચે 13 તલાટીથી ચાલતો વહિવટ

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં તલાટીઓની ઘટથી કામો થતા નથી
  • એક તલાટીને બેથી વધુ ગ્રામ પંચાયતનો ચાર્જ હોવાથી લોકોને પડતી મુશ્કેલી

ગારીયાધાર તાલુકામાં તલાટીની અછત હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે.ત્યારે આ બાબતે તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ કનુભાઇ સાંડસુર દ્ધારા મુખ્યમંત્રીને આ બાબતે રજુઆત કરવામાં આવી છે. ગારીયાધાર તાલુકામાં કુલ 48 ગ્રામ પંચાયત અને 49 ગામો આવેલા છે.જેમાં 48 ગ્રામ પંચાયતમાં માત્ર 13 તલાટી કમ મંત્રીઓ જ ગારીયાધાર તાલુકા પાસે છે.જેમાં સરકારી અધિકારી કે કર્મચારીઓની બદલી કે કર્મચારીની ફાળવણી હોય તે તમામ બાબતે અવગણના થતી હોય તે રીતે તલાટીની ઘટથી તાલુકાનુ ગાડુ ચલાવવામાં આવી રહ્યું છે.

ગારીયાધાર તાલુકા પંચાયત હસ્તકની 48 ગ્રામ પંચાયત વચ્ચે માત્ર 13 મંત્રી હોવાનાં કારણે ગ્રામ્ય કક્ષાની પ્રજાનાં સરકારી કામકાજો માટે ભારે હાલાકી વેઠવી પડે છે.તાલુકાનાં તમામ ગામોમાં તલાટી કમ મંત્રીઓ હાજર રહી ન શકવાનાં કારણે ખેડુતો, વિદ્યાર્થીઓ નાના મોટા દાખલાનાં કામો માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...