તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગારિયાધાર પાલિકાના શોપિંગ સેન્ટરના હોલ પ્રશ્ને થશે કાર્યવાહી

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાદેશિક કમિશ્નર દ્વારા ચીફ ઓફીસરને કાર્યવાહીની સુચના
  • પ્રમુખ દ્વારા કોઈપણ પ્રકારની મંજુરી લીધા વગર સુખનાથ શોપિંગ સેન્ટરનો હોલ ભાડે આપતા વિવાદ સર્જાયો હતો

ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ ડો. પ્રફુલભાઈ કાત્રોડીયા દ્વારા ગત વર્ષે હુકમ કાઢી ગારિયાધાર નગરપાલિકાનુ સુખનાથ શોપિંગ સેન્ટરનો હોલ સંજયભાઇ નામની વ્યકિતને કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર ભાડે આપવામાં આવ્યો હતો જે મામલે લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પ્રાદેશિક કમીશનરને તા.7.10.20નાં ફરિયાદ કરવામાં આવી હતી.

નગરપાલિકાના સુખનાથ શોપિંગ સેન્ટરનો નીચેનો હોલ પ્રમુખે હુકમ કરી ભાડે આપી દીધેલ છે અને કોઈપણ જાતનો ઠરાવ કર્યા સિવાય કોઈ સ્પર્ધાત્મક ભાવો લીધા સિવાય ભાડે આપેલ છે.જે મામલે પ્રાદેશીક કમીશનર દ્વારા ચીફ ઓફિસરને આદેશ કરવામાં આવ્યો છે કે નગરપાલિકા હસ્તકની કોઇપણ મિલકત ભાડે આપતા પહેલા ગુજરાત નગરપાલિકા અધિનિયમ1963 ની કલમ 65(2) હેઠળ સરકારની મંજુરી મેળવ્યા બાદ સુખનાથ શોપિંગ સેન્ટરનો હોલ સંજયભાઈને કોઇપણ પ્રકારની જોગવાઈઓને અનુસર્યા સિવાય ભાડે આપી દીધેલ છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થાય છે. જેથી પ્રમુખ નગરપાલિકા ગારિયાધાર સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 37 મુજબ પગલાં લેવા નિયત ચેકલિસ્ટ સહિત રેકર્ડ આધારિત દરખાસ્ત દિન 5 માં મોકલવા આદેશ કરવામાં આવ્યો છે.

એક વર્ષ પહેલા ગારિયાધાર નગરપાલિકાના સુખનાથ શોપીંગ સેન્ટરનો નીચેનો હોલ ભાડે આપી દીધાની વાત બહાર આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ અંગે છેક પ્રાદેશિક કમીશનર સુધી ફરિયાદ પણ થઈ હતી ત્યાર બાદ આ અંગે તપાસ કરવા આદેશ અપાયા છે.

આ બાબતની મને ખબર નથી
આ બાબતનો મને ખ્યાલ નથી. લેટર કમિશનરમાંથી આવ્યો છે કે નહિ તેની પણ મને જાણ નથી.મારા દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારનો જવાબ પણ આપવામાં આવ્યો નથી મને આ બાબતનો ખ્યાલ નથી.
> ડો.પ્રફુલભાઈ કાત્રોડિયા, પ્રમુખ,ગારિયાધાર નગર પાલિકા.

પ્રાદેશિક કમિશ્નરમાંથી પત્ર આવ્યો છે, તપાસ કરીને વહેલી તકે આ બાબતે રિપોર્ટ મોકલાશે
કમિશ્નરમાંથી આ બાબતનો લેટર આવ્યો છે.પ્રમુખ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તેનો અહેવાલ અમારા દ્વારા બે ત્રણ દિવસમાં કમિશનરમાં મોકલવામાં આવશે. આ બાબતમાં હકીકત શું છે તેની તપાસ કરવામાં આવશે. > વિ.ડી.પુજારા, ચીફ ઓફિસર ગારિયાધાર નગર પાલિકા.

અન્ય સમાચારો પણ છે...