તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ગારિયાધારમાં રૂ.10 કરોડના ખર્ચે સરકારી સાયન્સ કોલેજ બનશે

ગારિયાધાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લેબથી સજજ હશે ક્લાસરૂમ

ગારિયાધાર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવુ ન પડે તે માટે રૂ.10 કરોડના ખર્ચે સરકારી સાયન્સ કોલેજનું નિર્માણ થવા જઇ રહયું છે.આ સાયન્સ કોલેજનું ભૂમિપૂજન આગામી દિવસોમાં થનાર છે.

ગારિયાધાર શહેરના રૂપાવટી રોડ સરકારી વાડી ખાતે ગારિયાધાર તાલુકાના અને આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લેબ અને ક્લાસરૂમથી સજ્જ અંદાજે 10 કરોડના ખર્ચે સરકારી સાયન્સ કોલેજ બનશે.જે સાયન્સ કોલેજનું ભૂમિપૂજન તા.15.7.21 ગુરૂવારે સવારે 9.30 કલાકે સરકારી વાડી રૂપાવટી રોડ ગારિયાધાર ખાતે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તે કરવામાં આવશે.તેમજ હાલમાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું બિલ્ડીંગનું કામ પણ પુરૂ થઈ ગયેલ છે ત્યારે આ સાયન્સ કોલેજથી ગારિયાધાર તાલુકાના તેમજ આજુબાજુ વિસ્તારના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.આમ ગારિયાધાર શહેરમાં દસ કરોડના ખર્ચે સરકારી સાયન્સ કોલેજનુ નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...