સમસ્યા:માનવિલાસ ગામની શાળાના ઓરડા જર્જરિત

ગારિયાધાર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.1 થી 8 માં 230 વિદ્યાર્થીઓ : કેટલાક વિદ્યાર્થીઓને મેદાનમાં કરાવાતો અભ્યાસ

ગારિયાધારનાં માનવિલાસ ગામની શાળાના ઓરડા જર્જરિત અવસ્થામાં હોવાથી અકસ્માત થવાની પુરી સંભાવના રહેલી છે. શાળાના કુલ 8 ઓરડામાંથી 6 ઓરડા જર્જરિત હાલતમાં છે. અને માત્ર એક જ રૂમમાં વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને એકનો શિક્ષકોના સ્ટાફ રૂમ તરીકે ઉપયોગ થાય છે.ધો.1 થી 8 માં અંદાજે 230 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.વર્ષો જુના ઓરડાની દીવાલમાં તિરાડો પડી ગયેલી છે. ચોમાસા દરમિયાન વરસાદનું પાણી પણ પડે છે.

સરકાર દ્વારા શિક્ષણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો દર વર્ષે કરે છે પરંતુ શાળાની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ ભયનાં ઓથારે શિક્ષણ મેળવી રહયા છે.વિદ્યાર્થીઓ સારી રીતે બેસીને ભણી શકે તેવી વ્યવસ્થા નથી. શાળામાં કુલ 8 ઓરડા છે. જેમાંથી 6 ઓરડા એકદમ જર્જરિત હાલતમાં છે ત્યારે તંત્ર દ્વારા શાળાના રૂમ વહેલીતકે નવા બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે.

જર્જરીત ઓરડા અંગે ચાર વર્ષથી રજુઆત
શાળાના ઓરડા જર્જરીત હાલતમાં છે જેની લેખિતમાં અનેક વખત તંત્રને રજુઆત કરવામાં આવી છે.છતાં તંત્ર દ્ધારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં વિદ્યાર્થીઓ શાળાનાં મેદાનમાં અભ્યાસ કરી રહ્યાં છે.ચાર ચાર વર્ષથી રજુઆત કરીએ છીએ છતા આ પ્રશ્ન ઉકેલાતો નથી. - મહેશભાઈ ખૂંટ, સરપંચ,માનવિલાસ

અન્ય સમાચારો પણ છે...