અધિકારી વિહોણી પાલિકા:ગારિયાધાર પાલિકામાં ઇન્ચાર્જ ચિફ ઓફિસરથી ગબડાવાતુ ગાડુ

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે મહિનામાં ત્રણ ચિફ ઓફીસર બદલાયા
  • ગેરરીતિ સહિતના આક્ષેપોથી સતત વિવાદોમાં રહેતી નગર પાલિકા કાયમી અધિકારી વિહોણી

ગારીયાધાર નગર પાલિકામાં કરાર આધારિત ચિફ ઓફિસર દ્ધારા રાજીનામું દિધા બાદ હજુ ચાર્જ થી ગાડુ ગબડાવાય છે.નગર પાલિકામાં છેલ્લા બે મહિનામાં ત્રણ ચિફ ઓફીસર બદલાતા લોકોના કામો ટલ્લે ચડી રહયાં છે જેથી નગરજનો હવે કાયમી ચિફ ઓફીસરની તાકીદે નિમણુંક થાય તેમ ઇચ્છી રહયાં છે.

ગારિયાધાર નગરપાલિકા સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. વિપક્ષ દ્વારા અનેક ગેરરીતિના આક્ષેપો અગાઉ કરેલા છે.બે મહિના પહેલા ગારીયાધાર નગરપાલિકાનાં કરાર આધારિત ચિફ ઓફિસર વી.ડી.પુજારા ACB ને ઝપટે ચડી ગયા બાદ દામનગરનાં ચિફ ઓફિસર આર.બી.પરમારને ચાર્જ સોપાયો હતો. ત્યારબાદ કરાર આધારિત ચિફ ઓફિસર ડી.એન.પંડ્યાની નિમણુક કરવામાં આવી હતી તે થોડા દિવસ રહ્યા બાદ તા.25.11.21નાં તેમણે પણ રાજીનામું ધરી દિધુ હતુ. ત્યારબાદ પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ખીમસુરિયાને ચાર્જ સોંપાયો છે .

ગારિયાધાર નગર પાલિકામાં ઘણા વર્ષોથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી માત્ર કરાર આધારિત ચિફ ઓફિસર અને અન્ય નગર પાલિકાના ચીફ ઓફિસરને ચાર્જ આપીને નગરપાલિકા ચલાવાઇ રહી છે. ઇન્ચાર્જ ચીફઓફિસર અઠવાડિયામાં માંડ બે વખત હાજર રહી શકે છે જેથી લોકોના કામ પણ સમયસર થઇ શકતા નથી. હાલમાં ગારીયાધાર નગરપાલિકામાં ઇન્ચાર્જ ચિફ ઓફિસરથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે તંત્ર દ્વારા ગારીયાધાર નગરપાલિકામાં વહેલી તકે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી લોકોની માંગણી છે .

અન્ય સમાચારો પણ છે...