તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વાલિયા ગ્રામ પંચાયતના કારકુનને ઉચાપત-ગેરરીતિ કેસમાં છુટા કરાયાં

વાલિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારકૂનને નોટિસ આપતા રૂા.16,340 પંચાયતના ખાતામાં જમા કર્યા

વાલિયા ગ્રામ પંચાયતના વસૂલાત ક્લાર્કએ 3 ગ્રામજનોના ઘરવેરા પેટે ઉઘરાવેલ રૂપિયા પંચાયતના દફત્તરે ઓછા જમા કરાવતા ડીડીઓ અને ટીડીઓને લેખિતમાં આપી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.તેમને 2 દિવસમાં ખુલાસો આપવા નોટીસ અપાઇ હતી પરંતુ વધુ સમય માંગતા કારકુનને 7 દિવસ આપ્યા હતા. તેમાં તેમને 16340 રૂપિયા ગ્રામ પંચાયતના ખાતામાં જમા કર્યા હતા.પરંતુ આ બાબતે ખાસ સભા બોલાવી આજે પંચાયતના 9 સભ્યો હાજર હતા. તેમાં મતદાન થતા કારકુનની તરફેણમાં માત્ર 1 મત અને વિરોધ્ધમાં 8 મત પડતા કાયદેસર કાર્યવાહી કરવા ઠરાવ કરી વસુલાત કારકુનને કાયમી છુટા કરાયા હતા.

વાલિયા પંચાયતના વસુલાત કારકુન ધર્મેન્દ્રકુમાર એમ રાઠોડ હાલ દોઢ વરસથી નોકરી કરતા હતા.તેવામાં નાણાંકીય ઉચાપત કરતા હોવાનું પંચાયતના તલાટી અને સભ્યોને ધ્યાને આવતા તપાસ કરતાં નાણાકીય ઉચાપત કરી ગ્રામ પંચાયતને ગેરમાર્ગે દોરી હતી. તેણે આપેલા ખુલાસો ગ્રાહ્ય રાખી શકાય તેમ ના હોય ગંભીર બાબત હોવાથી ગ્રામ પંચાયતે આજની ખાસ સામાન્ય સભામાં વસુલાત કારકુન ધર્મેન્દ્રકુમાર રાઠોડને ઉચાપત ,ગેરરીતી અને છેતરપિંડી કરતાં કાયમી ધોરણે નોકરીમાંથી છૂટા કર્યા હતા .આ બાબતે ગ્રામ પંચાયતની સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...