તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વાલિયાના લુણા ગામની સીમમાંથી 5.32 લાખના દારૂ સાથે બે ઝડપાયાં

વાલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને કાર સહિત રૂા. 13.43 લાખનો મુદ્દામાલ જપ્ત
  • અન્ય બે બૂટલેગરો વોન્ટેડ

વાલિયા તાલુકાના લુણા ગામેથી અંકલેશ્વર ડિવાયએસપીની ટીમ અને વાલીયા પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડી રૂા.5.32 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા હતા પાડ્યાં હતા.

વાલિયા પોલીસ અને અંકલેશ્વર ડીવાયએસપીના સ્ટાફે સંયુક્ત રીતે લુણા ગામની સીમમાં જગદીશ ઉર્ફે જગો રવીયા વસાવાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર અને લુણા ગામની સીમમાં આવેલા અવાવરૂ જગ્યાએ રેઈડ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 2769 અને બિયરના ટીન 216 મળી કુલ 3044 બોટલ મળી આવતા તેની કિંમત 5.32 લાખનો દારૂ, કાર 8 લાખ ,બુટલેગરોના મોબાઈલ ૨ 4500 રૂ અને રોકડા 10 હજાર મળી કુલ 13.43 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વાલિયા પોલીસે 13.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે બૂટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે જગદીશ ઉર્ફે જગો રવિયા વસાવા અને તારકનાથ ઉર્ફે સુરેશ ભવાનીપ્રસાદ સીંગને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...