તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટેમ્પોમાં પશુના ઘાંસ ચારાની આડમાં સંતાડી લઈ જવાતો દારૂ પોલીસે પકડ્યો

વાલિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા ચાર રસ્તા પાસેથી ટેમ્પો ચાલકને પકડી બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા

વાલિયા પોલીસે ઝગડીયા ચાર રસ્તા ઉપરથી પરાળની ઘાસડીઓમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પોમાંથી 8.73 લાખનો દારૂ મળી કુલ 12.96 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને ઝડપી પાડ્યો હતો જ્યારે બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.04.એફ.જે.5218માં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક નેત્રંગ તરફથી વાલિયા તરફ આવી રહ્યો છે .આ બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના મહિલા પી.આઈ.એસ.કે.ગામીત સ્ટાફ સાથે વાલિયાના ઝગડીયા ચાર રસ્તા પર વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો.

પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તાડપત્રીની અંદર પરાળની ઘાસડીઓની આડમાં સંતાડેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસને વિદેશી દારૂની 5856 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8.73 લાખનો દારૂ,4 લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 12.96 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે યુપીના સરનાગી પોસ્ટ મહુવાડાવરમાં રહેતા ટેમ્પો ચાલક તુલસીરામ છોટેલાલ યાદવને ઝડપી પાડ્યો હતો દારૂ મોકલનાર અને ટેમ્પો આપનારને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...