કાર્યવાહી:વાલીયાથી ગુમ થયેલો બાળક મધ્ય પ્રદેશના કાકડવાથી મળ્યો

વાલિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ દિવસથી ગુમ થયેલા બાળકને વાલિયા પોલીસે શોધી કાઢયો

પાંચ દિવસ પહેલા વાલિયા નજીક આવેલ ગોદરેજ કંપનીના પડાવ પરથી એક શ્રમજીવી પરિવારનો 13 વર્ષીય બાળક ગુમ થયેલ હતો. આ બાબતે વાલિયા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. ભરૂચ જીલ્લામાં ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઇ પી.એચ.વસાવાએ પોલીસ જવાનોની અલગઅલગ ટીમો બનાવીને આ ગુમ થયેલ બાળકને શોધી કાઢવા પ્રયત્ન ચાલુ કર્યા હતા. વાલિયા પોલીસે બાળકના વતન મધ્યપ્રદેશના કલ્યાણપુર પોલીસ સ્ટેશન સાથે સંપર્કમાં રહીને બાળકને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન આ ગુમ થયેલ બાળક અભિષેક મેળા ગુજરાતથી તેના વતન મધ્યપ્રદેશના ગામ કાકડકુવા પહોંચી ગયો હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ વાલિયા પોલીસે આ બાળકને વાલિયા ખાતે લઇ આવીને તપાસની કામગીરી પુર્ણ થયા બાદ તેના પરિવારને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...