તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાલિયા ગ્રામ પંચાયતના ક્લાર્કે ઘરવેરાના નાણાં ઓછા જમા કર્યા

વાલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્લાર્કની કરતુતની જાણ થતાં ડીડીઓને કરી લેખિતમાં રજુઆત

વાલિયા ગ્રામ પંચાયતમાં વિવિધ કામોને લઈ કૌભાડ બહાર આવી રહ્યા છે . ગ્રામ પંચાયતના વસૂલાત ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ એમ રાઠોડએ વેરા પેટે ઉઘરાવેલ વસુલાતના નાણાંની પહોંચમાં વધારે રકમ છે અને ગ્રામ પંચાયતના રેકર્ડમાં તપાસતા ગ્રામ પંચાયત અને વેરો ભરનાર વ્યક્તિ સાથે છેતરપીંડી કરી પંચાયતના સરકારી નાણાંમાં ઉચાપત થઈ હોવાનું બહાર પડ્યું છે.ગ્રામ પંચાયત વાલિયાની વેરા પહોંચ નંબર 3450 મુજબ 5820 ,પહોંચ નંબર 3504 મુજબ 7740 અને વેરા પહોંચ નંબર 3571 મુજબ 2780 ગ્રામ પંચાયતમાં ઓછા જમા કરેલ છે.

કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે
ઘણા સમયથી ગ્રામજનોની ફરીયાદ આ બાબતે મળતી હતી પણ અગાઉ જે વહીવટ કરતા હતા તેઓએ ધ્યાન આપ્યું ન હતું જ્યારથી અમને ફરીયાદ મળી અને ટુક સમયમાંજ આ ઉચાપત પકડી પાડી હતી. જવાબદાર કારકુન સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.> કુસુમબેન ગોહિલ , ઇન્ચાર્જ સરપંચ, વાલિયા

અન્ય સમાચારો પણ છે...