કાર્યવાહી:ચોરામલાના ભાજપાના હોદ્દેદારે મંદિર અને મકાનને નુકશાન કર્યુ

વાલિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોરામલા ગામે મંદિર અને તલાટીના ઘરને ઘણું નુકશાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં 1) .મંદિર પ્રવેશ દ્વાર મોટો વેલકમ ગેટ તથા પુજન માટે મુકેલી કબીર સાહેબની મુર્તિને તોડી હિન્દુ પ્રત્યેની લાગણીને દુભાવી હતી. મંદિરમાં અન્ય જગ્યાએ બ્લોક પેવિંગનું કામ કરવાનું બાકી હોય જે અંગે 10 બ્રાસ બ્લોક મુકેલ હોય તે બ્લોકને તોડી કર્યું નુકસાન. વગેરે મંદિરના પરિસરમાં સરકારી યોજના દ્વારા લગાવવામાં આવેલ બ્લોકના કામને ઉખેડી નાખી સરકારી મિલકતને નુકસાન. મંદિર અને તલાટીના રૂમ ના પાછલા ભાગે jcb નો પાવડો લાગતા મોટી ઉભી તિરાડ પડવાથી ભવિષ્યમાં આ મંદિર તથા મકાન જમીનદોસ્ત થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. 12મી નવેમ્બરના રોજ વાંદરિયા ગ્રૂપ ગ્રામ પંચાયત દ્વારા ચોરામલા ગામમાં રહેતા તલાટી ભાસ્કર વસાવાએ ઘર પાસે કબીર મંદિર બનાવ્યું છે જે મંદિરનું દબાણ જે.સી.બી મશીન વડે દૂર કરવામાં કરવામાં આવ્યું હોવાના આક્ષેપ તલાટિના પત્ની મનીષાબેન વસાવા કર્યો છે અને આ મામલામાં સરપંચ જયાબેન વસાવા અને તેઓના પતિ અલ્પેશ વસાવા વિરુધ્ધ વાલિયા પોલીસ મથક ખાતે અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...