તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:વાલિયા તાલુકા સંઘના પ્રમુખ પરની અવિશ્વાસની દરખાસ્તનું સૂરસૂરિયું

વાલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરખાસ્ત 2/3 કમિટી સભ્યોની બહુમતીથી પસાર થાય છે
  • આખી પ્રક્રિયા ખોટી કરી છે-યોગેન્દ્રસિંહ મહિડા

વાલિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત મુકવા માટેની બેઠકથી લઈ તેમાં 10 વ્યવસ્થાપક કમિટી સભ્યોની સહીથી ભરૂચ જિલ્લા રજીસ્ટ્રારને ઉપ-પ્રમુખે મેનેજર દ્વારા મોકલેલ તે આખી પ્રક્રિયામાં 17 કમિટી સભ્યો 2015માં ચુંટાયેલા હતા.ત્યારબાદ તેમાંથી 3 કમિટી સભ્યોના મૃત્યુ થયા હતા જ્યારે 2 કમિટી સભ્યો છેલ્લી પાંચ બેઠકમાં ગેરહાજર રહેલા હતા અને 1 કમિટી સભ્ય ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રતિનિધિ તરીકે હોય તેમને પણ દૂર કરેલા હતા. જ્યારે 1 કમિટી સભ્યને આમંત્રિત તરીકે લીધેલા જેનાથી કોઈપણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ ના શકાય તેમ છતાં આ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી ભાગ લીધો હતો.આ બાબતની સુનાવણી પ્રક્રિયામાં 29-06-2020ની અને 30-07-2020 ની વ્યવસ્થાપક કમિટી સભ્યોની બેઠક પેટા નિયમો અને સહકારી કાયદા-કાનૂની જોગવાઈઓને આધીન સુસંગત નહીં હોવાથી ગેરકાયદેસર ઠેરવતા અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થઈ ગયું હતું.

વાલિયા તાલુકા સંઘના ઉપ-પ્રમુખ અને સભ્યોએ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં અને બેન્ક ઓફ બરોડામાં સ્ટોપ પેમેન્ટ કરવા લેખિતમાં આપેલ હતું. તેમાં પણ ખેડૂતોએ લેખિત આવેદન બીઓબી અને બીડીસીસી બેંકની વાલિયા શાખાને આપતા ખેડૂતોના હિતમાં અરુણસિંહ રણાએ તાત્કાલિક લેવડદેવડ શરૂ કરાવી હતી જ્યારે બીઓબીએ શરૂ કરવા જિલ્લા રજીસ્ટ્રારની પરવાનગી માંગી હતી.ઉપ-પ્રમુખે ગેર કાયદેસર રીતે મીટીંગ બોલાવી જીલ્લા રજીસ્ટ્રારની નોટીસની અવગણના કરીને મીટીંગ ચલાવી એ કાયદેસર નથી. જેથી આ બાબતે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રારે પણ નોટીસ આપી હતી. સહકારી કાયદાનું ઉલંઘન થતા તેમની ઉપર કલમ ૭૬ ( બી ) હેઠળની કાર્યવાહી કરવા અને ફોજદારી ગુન્હો દાખલ કરવા દરખાસ્ત રજુ કરવામાં આવી છે.અત્રે નોંધનિય છેકે,વાલિયા તાલુકા સંઘની ચુટણી ૨૦૧૫માં થઈ હતી જેમાં ૧૭ ડીરેક્ટરી ચૂંટાયા હતા તેમાંથી ૩ ડિરેકટરો મૃત્યુ પામ્યા જેમાં 1)મોતી ગેમલા વસાવા . 2) મહંમદ ઈબ્રાહીમ બદાત અને 3) જયંતિ ખુશાલ પટેલ છે. 2 ડીરેકટરો પેટાનિયમ -૩૩ ( ૧૫ ) ( ૩ ) મુજબ ગેરલાયક થયા છે જેમાં 1 )હાર્દિક સુરેન્દ્રસિંહ વાંસદીયા અને 2 )મુનાફ યુસુફ રેડિયાવાલા . જ્યારે ધર્મેશ જયંતીલાલ પટેલ આમંત્રિત કમિટી સભ્ય તરીકે લીધેલ જે પણ રદ થયેલા છે.અને સંદીપ માંગરોલા બીડીસીસી બેંકના પ્રતિનિધિ તરીકે સંઘમાં હતા જે કેસ ક્રેડિટ લેતા નહીં હોવાથી દૂર થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...