તપાસની માગ:ગણેશ સુગરમાં થયેલી ઉચાપત બાબતે ખાંડ નિયામકને રજુઆત

વાલિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુગરના ચાર ડિરેક્ટરોએ ખાંડ નિયામકને રજુઆત કરી તપાસની માગ
  • ખાંડના માલ સ્ટોકમાં ઉચાપત થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો

વટારીયા ખાતેની ગણેશ સુગર મીલમાં સુગરના ગોડાઉનમાં ખાંડના સ્ટોકમાં મોટી ઉચાપત થઇ હોવાના આક્ષેપ સાથે ખાંડ નિયામક ગાંધીનગરને રજુઆત કરી તપાસની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ સુગરના વર્તમાન ચાર ડિરેક્ટરો હેતલ પટેલ, પ્રતાપસિંહ માટીએડા,ધર્મેન્દ્રસિંહ મહિડા અને સુરેન્દ્રસિંહ પરમારે ખાંડ નિયામક ગાંધીનગરને લેખિતમાં કરેલ રજુઆતમાં સુગરના વહિવટમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ભ્રષ્ટાચાર તેમજ સહકારી કાયદાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરીને

જણાવ્યુ છેકે તેમને મળેલ માહિતી મુજબ ગણેશ સુગરના ગોડાઉનમાં ખાંડના માલ સ્ટોકમાં ગોડાઉનમાં 14 થી 15 હજાર ક્વીન્ટલ ખાંડના માલ સ્ટોકમાં ઉચાપત થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો, અને જણાવ્યુ હતુ કે આજની બજાર કિંમત પ્રમાણે ચાર થી પાંચ કરોડની ઉચાપત હોઇ માલ સ્ટોક પત્રકમાં સ્ટોક ઓછો બોલે છે. આવા આક્ષેપો સાથે ખાંડ નિયામકને રજુઆત કરીને તેની નકલ સુગરના ઇન્ચાર્જ ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર, રાજ્યના સહકાર મંત્રી, સ્ટેટ રજિસ્ટ્રાર ગાંધીનગરને મોકલીને સુગરમાં ખાંડના સ્ટોકમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે તપાસની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...