તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વાલિયાની દીનદયાલ ગ્રાહક ભંડારમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યાં

વાલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાજ લેવા આવતા લોકો માસ્ક પહેરવાની પણ તસ્દી લેતા નથી

વાલિયા તાલુકામાં કોરોના મહામારીની બીજી લહેરમાં ઘણાખરા ગ્રામીણ વિસ્તારોમાં લોકો આ મહામારીમાં સપડાયા હતા અને મોતને પણ ભેટ્યા હતા.વહીવટી તંત્ર અને પોલીસે સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવામાં ઉણા ઉતર્યા હતા પરંતુ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાની ચેઇન તોડવા મથામણ કરી હતી ત્યારે તેમાં મહદઅંશે સફળતા પણ મળી હતી.જેને લઈ કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો.

પરંતુ લોકોએ સાવચેતી રાખવાની જગ્યાએ બિંદાસ થઈ વાલિયાના ધોબી ફળિયામાં આવેલ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાને સરકારી અનાજ લેવા એક સામટા ઉમટી પડતાં ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...