વાલિયા તાલુકાના જબુગામના ઈશ્વર વસાવાના ઘરના વાડામાં પાછળ પીવાના પાણી માટે બોર કરી તેમાં મોટર મુકી હતી. તે 16 તારીખે રાત્રે કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયેલા જેમાં સબમરસીબલ મોટર અને ૨૦૦ ફૂટ તાંબાનો વાયર મળી આશરે ૨૫ હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી આ બાબતની વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી હતી તેમ છતાં કોઇ તપાસ કે કોઇ કાર્યવાહી થઇ નહિં હોવાની તેમની રજૂઆત છે. 1100 કેવી હેવી ટાવર લાઇનના એંગલ નીચેથી બોલ્ટ કાપી ચોરી કરી લઇ જાય છે.
ભંગારનો ધંધો કરતા ભંગારીયાઓ ખરીદી કરે છે અને બોલ્ટ અને એંગલો કાપવા માટેના સાધનો પણ આ ભંગારીયાઓ ચોરોને પૂરા પાડે છે. ખેડૂતોના ખેતર માંથી કપાસ તુવેર ચણા વગેરે તૈયાર થયેલો પાક તસ્કરો ચોરી કરી લઇ જાય છે .જબૂગામમાં જુગાર અને દારૂના અડ્ડાઓ ચાલે છે આ જુગારીયાઓ દિવસે દારૂ પીને જુગાર રમે છે અને રાત્રે ચોરીઓ કરે છે.
તળાવના કિનારે અને ભોલેનાથ મંદિરની પાછળ મોટાપાયે જુગાર રમાય છે .જબુગામમાં અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલ જીઓ કંપનીના ફાઇબર લાઈનના વાયર અને પાઇપલાઇન ચોરી કરી ટાંકીના લોખંડના ઢાકણા પણ ચોરી વેચી મારે છે. લોકોના ઘરના લાકડાની મોટાપાયે ચોરી થાય છે.આ બાબતે વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરવા છતાં આજદિન સુધી ચોરો પકડાયા નથી કે કોઈ કાર્યવાહી નહિ થઈ હોવાની ગ્રામજનોમાં ગણગણાટ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.